________________
| ૨૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવિધ રીતે કાલનું પરિમાણ:
સમયની અપેક્ષાએ એક આવલિકા = અસંખ્યાત સમય એક ઉત્સર્પિણી સુધી = અસંખ્યાત સમય એક અવસર્પિણી = અસંખ્યાત સમય એક પુગલ પરાવર્તન = અનંત સમય અનેક આવલિકા = અસંખ્યાત્ કે અનંત સમય અનેક અવસર્પિણી સુધી = અસંખ્યાત કે અનંત સમય અનેક પુલ પરાવર્તન = અનંત સમય
આવલિકા અપેક્ષાએ એક શ્વાસોશ્વાસ = સંખ્યાત આવલિકા એક શીર્ષ પ્રહેલિકા સુધી = સંખ્યાત આવલિકા એક પલ્યોપમ = અસંખ્યાત આવલિકા એક સાગરોપમ = અસંખ્યાત આવલિકા એક અવસર્પિણી = અસંખ્યાત આવલિકા એક પુદ્ગલ પરાવર્તન = અનંત આવલિકા અનેક શ્વાસોશ્વાસ = સંખ્યાત, અસંખ્યાત કે અનંત આવલિકા અનેક શીર્ષપ્રહેલિકા સુધી = સંખ્યાત, અસંખ્યાત કે અનંત આવલિકા અનેક અવસર્પિણી સુધી = અસંખ્યાત કે અનંત આવલિકા અનેક પુદ્ગલ પરાવર્તન = અનંત આવલિકા સિાત આનપાન - એક સ્તો. તેનું કથન આવલિકાની સમાન જાણવું)
સ્ટોકની અપેક્ષાએ સાત આનપાન(શ્વાસોચ્છવાસ) = એક સ્ટોક એક શીર્ષપ્રહેલિકા = સંખ્યાતા સ્ટોક એક પલ્યોપમ = અસંખ્યાતા સ્ટોક એક સાગરોપમ = અસંખ્યાતા સ્ટોક એક અવસર્પિણી = અસંખ્યાતા સ્ટોક એક પુગલ પરાવર્તન = અનંત સ્ટોક
પલ્યોપમની અપેક્ષાએ એક સાગરોપમ = દશ ક્રોડાકોડી પલ્યોપમ એક સાગરોપમ = સંખ્યાત પલ્યોપમ એક અવસર્પિણી = સંખ્યાત પલ્યોપમ એક પુદ્ગલ પરાવર્તન = અનંત પલ્યોપમ અનેક સાગરોપમ = સંખ્યાત, અસંખ્યાત કે અનંત પલ્યોપમ અનેક અવસર્પિણી = સંખ્યાત, અસંખ્યાત કે અનંત પલ્યોપમ અનેક પુદ્ગલ પરાવર્તન = અનંત પલ્યોપમાં
ઉત્સર્પિણીની અપેક્ષાએ એક પુદ્ગલ પરાવર્તન = અનંત ઉત્સ, અવસર્પિણી અનેક પુદ્ગલ પરાવર્તન = અનંત ઉત્સ, અવસર્પિણી
પુદ્ગલ પરાવર્તનની અપેક્ષાએ ભૂતકાલ = અનંત પુદ્ગલ પરાવર્તન ભવિષ્યકાલ = અનંત પુગલ પરાવર્તન સર્વદ્વાકાલ = અનંત પુદ્ગલ પરાવર્તન ભૂતકાલથી ભવિષ્યકાલ એક સમય અધિક; ભવિષ્યકાલથી ભૂતકાલ એક સમય ન્યૂન; ભૂતકાલથી સર્વદ્વાકાલ સાધિક બમણો; ભવિષ્યકાલથી સર્વદ્ધાકાલ દેશોન બમણો.
અનેક આવલિકાદિમાં સમયાદિની ગણના :- એક આવલિકામાં અસંખ્યાત સમય છે. અનેક આવલિકાઓમાં સંખ્યાત, અસંખ્યાત, અનંત આવલિકાઓનો સમાવેશ થાય છે, તેમાંથી સંખ્યાત આવલિકાઓ અને અસંખ્યાત આવલિકાઓના અસંખ્યાત સમય થાય અને અનંત આવલિકાઓના અનંત સમય થાય છે. તેથી સમુચ્ચયરૂપે અનેક આવલિકાઓમાં કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત સમયોનું કથન કર્યું છે.
એક શ્વાસોશ્વાસમાં સંખ્યાત આવલિકાઓ છે. અનેક શ્વાસોશ્વાસમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત