________________
[ ૨૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
છે કે અનંત પલ્યોપમ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યા અને અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે. આ રીતે થાવત્ સર્વોદ્ધા પર્યત જાણવું. १९ सागरोवमाणं भंते ! किं संखेज्जा पलिओवमा,असंखेज्जा पलिओवमा,अणंता पलिओवमा? गोयमा !सियसंखेज्जा पलिओवमा, सिय असंखेज्जा पलिओवमा, सिय अणंता पलिओवमा । एवं जावओसप्पिणी वि, उस्सप्पिणी वि। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! અનેક સાગરોપમમાં શું સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત પલ્યોપમ છે કે અનંત પલ્યોપમ છે? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત સંખ્યાત પલ્યોપમ, કદાચિત્ અસંખ્યાત પલ્યોપમ અને કદાચિત્ અનંત પલ્યોપમ છે. આ રીતે યાવત્ અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં જાણવું. २० पोग्गलपरियट्टाणं भंते ! किं संखेज्जा पलिओवमा, असंखेज्जा पलिओवमा, अणंता पलिओवमा? गोयमा !णो संखेज्जा पलिओवमा,णो असंखेज्जा पलिओवमा, अणता पलिओवमा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક પુદ્ગલ પરાવર્તનોમાં શું સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત પલ્યોપમ છે કે અનંત પલ્યોપમ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત પલ્યોપમ અને અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે. २१ ओसप्पिणीएणं भंते ! किं संखेज्जा सागरोवमा, असंखेज्जा सागरोवमा,अणता सागरोवमा? गोयमा !जहा पलिओवमस्स वत्तव्वया तहा सागरोवमस्स वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવસર્પિણી કાલમાં શું સંખ્યાત સાગરોપમ છે, અસંખ્યાત સાગરોપમ છે કે અનંત સાગરોપમ છે? ઉત્તર- હે ગૌતમ! પલ્યોપમની સમાન સાગરોપમમાં પણ જાણવું. २२ पोग्गलपरियट्टे णं भंते ! किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओ ओसप्पिणी उस्सप्पिणीओ? गोयमा ! णो संखेज्जाओ, णो असंखेज्जाओ, अणंताओ ओसप्पिणीउस्सप्पिणीओ। एवं जावसव्वद्धा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક પુદ્ગલ પરાવર્તનમાં શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણી છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત અને અસંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ નથી, અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણી છે. આ રીતે યાવત્ સર્વોદ્ધા પર્યત જાણવું. २३ पोग्गलपरियट्टाणं भंते ! किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओओसप्पिणी उस्सप्पिणीओ? गोयमा !णो संखेज्जाओ, णो असंखेज्जाओ, अणंताओ ओसप्पिणीउस्सप्पिणीओ। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! અનેક પુદ્ગલ પરાવર્તનોમાં શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણીઓ છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ નથી, અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ છે.