________________
[ ૨૮૨ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયના મધ્યપ્રદેશો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! ધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. ११९ कइ णं भंते ! अधम्मत्थिकायस्स मज्झपएसा पण्णत्ता? गोयमा ! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયના મધ્યપ્રદેશો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! આ જ રીતે આઠ છે. १२० कइण भते ! आगासत्थिकायस्समज्झपएसा पण्णत्ता? गोयमा ! एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશો કેટલા છે? ઉત્તર– હે ગૌતમ! આ જ રીતે આઠ છે. १२१ कइणंभते !जीवत्थिकायस्समज्झपएसा पण्णत्ता?गोयमा !अट्ठजीवत्थिकायस्स मज्झपएसा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના મધ્યપ્રદેશો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! જીવાસ્તિકાયના એટલે દરેક જીવના મધ્યપ્રદેશો આઠ છે. १२२ एएणं भंते ! अट्ठजीवत्थिकायस्स मज्झपएसा कइसुआगासपएसेसुओगाहति? गोयमा ! जहण्णेणं एक्कसि वा दोहिं वा तीहिं वा चउहिं वा पंचहि वा छहिं वा ૩ોસેળ અદૃયુ, જો વેવ સત્તનુI II સેવ તે સેવ મતે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના આ આઠ મધ્યપ્રદેશો કેટલા આકાશ પ્રદેશો પર રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને ઉત્કૃષ્ટ આઠ આકાશ પ્રદેશો પર રહે છે પરંતુ સાત પ્રદેશો પર રહેતા નથી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના મધ્યપ્રદેશ તેમજ જીવાસ્તિકાયના મધ્યપ્રદેશોની અવગાહનાનું પ્રતિપાદન કર્યું છે.
ધર્માસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો, મેરુપર્વતના મધ્યવર્તી રુચકપ્રદેશોમાં છે. યદ્યપિ ધર્માસ્તિકાય આદિ લોક વ્યાપ્ત દ્રવ્યોનો મધ્યભાગ રુચકપ્રદેશોથી અસંખ્યાત યોજન દૂર નીચે રત્નપ્રભાના આકાશાન્તરમાં આવે છે, તેમ છતાં દિશા અને વિદિશાઓનું ઉત્પત્તિ સ્થાન રુચકપ્રદેશ હોવાથી તેને જ તે લોક વ્યાપ્ત દ્રવ્યોના મધ્યસ્થાન રૂપે સ્વીકાર્યા છે. જીવના ચક પ્રદેશો અને તેની અવગાહના:- પ્રત્યેક જીવના આઠ રુચક પ્રદેશો હોય છે, તે શરીરના મધ્યભાગમાં હોય છે. આત્મપ્રદેશોમાં સંકોચ અને વિસ્તાર થતો હોવાથી મધ્યવર્તી આઠ આત્મ પ્રદેશો એક આકાશપ્રદેશ પર પણ સમાઈ શકે છે.
તે જ રીતે બે, ત્રણ આદિ છ પ્રદેશો અને ઉત્કૃષ્ટ આઠ આકાશપ્રદેશો રહી શકે છે પરંતુ તથા પ્રકારના વસ્તુ સ્વભાવના કારણે સાત આકાશપ્રદેશો પર રહેતા નથી.
શતક-રપ/૪ સંપૂર્ણ છે