________________
શતક-૨૫: ઉદ્દેશક-૫
૨૮૩
શતક-રપઃ ઉદ્દેશક-પ| RRORળ સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં જીવ-અજીવના પર્યવો, નિગોદનું સ્વરૂપ અને પાંચ ભાવનું અતિદેશાત્મક કથન છે તેમજ કાલના વિવિધ એકમોનું પરિમાણ સૂત્રકારે વિવિધ રીતે પ્રદર્શિત કર્યું છે. જીવ કે અજીવ દ્રવ્યના ગુણધર્મને કે તેની અવસ્થાને પર્યવ અથવા પર્યાય કહે છે. અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. એક અવસર્પિણી પર્વતના કાલમાં પણ અસંખ્યાત સમય થાય છે. એક પુદ્ગલ પરાવર્તનમાં અનંત સમય થાય છે. સંખ્યાત વર્ષોમાં સંખ્યાત આવલિકા, સંખ્યાત સ્તોક આદિ થાય છે. પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી આદિ કાલમાં અસંખ્યાત આવલિકા અને પુદ્ગલ પરાવર્તનમાં અનંત આવલિકા થાય છે. ભૂતકાલ અનંત છે. ભવિષ્ય કાલ પણ અનંત છે. વર્તમાન કાલ એક સમયનો છે. ભૂતકાળ અને ભવિષ્યકાલ અનંતની અપેક્ષાએ સમાન છે. પરંતુ વર્તમાન સમય અવિનષ્ટ હોવાથી તેનો સમાવેશ ભવિષ્યકાલમાં થાય છે. તેથી ભવિષ્યકાલ એક સમય અધિક હોય છે. સર્વોદ્ધા–સર્વકાલ ભૂતકાલથી કંઇક અધિક બમણો અને ભવિષ્યકાલથી કંઈક ન્યૂન બમણો હોય છે. અનંતકાયિક જીવોને રહેવાના શરીરને નિગોદ અને તે જીવોને નિગોદ જીવ કહે છે. નિગોદ જીવના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને બાદર. અસંખ્ય નિગોદના શરીર ભેગા થવા છતાં જે દષ્ટિગોચર ન થાય તે સૂક્ષ્મ નિગોદ કહે છે અને અસંખ્ય નિગોદ શરીર ભેગા થતાં જે દષ્ટિગોચર થાય તેને બાદર નિગોદ કહે છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સન્નિપાતિક આ છ પ્રકારના ભાવની સમાન નામના છ પ્રકાર છે. તેના ભેદ-પ્રભેદ આદિ શતક–૧૭/૧ અનુસાર છે. આ રીતે સૂત્રકારે જીવના પર્યવોમાંનિગોદનું સ્વરૂપ અને જીવના છ ભાવોનું કથન કર્યું છે. અજીવના પર્યવોમાં કાલના એકમોનું પરિમાણ વિવિધ રીતે પ્રદર્શિત કર્યું છે.