________________
< છે ૩૩
છે. “લેશ્યા” તો સ્વયં ‘ઉદયભાવ’માં જ છે. પરંતુ કાષાયિક ઉદયભાવ'ની હીનતા થવાથી ક્ષયોપશમના બળે ‘અવાજોર ઉદય’માં નિર્મળતા આવવાથી પધ, શુકલ, આદિ શુભ લેશ્યાઓનો ઉદય થાય છે.
આટલી વ્યાખ્યા પછી પાઠકને સહેજે ખ્યાલ આવી શકશે કે “લેશ્યા’નો આઠ કર્મની સાથે કે મોહનીય કર્મના ‘ઉદયભાવ” સાથે સીધો સંબંધ શાસ્ત્રમાં સ્પષ્ટ ન હોવા છતાં “ અવાજોર ઉદય’ના આધારે આઠકર્મોની શૃંખલામાં ‘લેશ્યાને પોતાનું ઉચિત સ્થાન મળી રહે છે અને તેના આધારે તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વામીએ ‘લેશ્યા’ને ‘ઉદયભાવ'માં ગણી છે.
અવાજોર ઉદયની સ્પષ્ટતા– લોખંડમાં રહેલ લોહચુંબક, લોખંડને પોતા તરફ ખેંચશે અને તેમાં ચુંબક પ્રવાહિત થતાં, તે લોખંડ બીજી કોઈ લોઢાની ખીલીને પોતાના તરફ ખેંચે, આમ ઉત્તરોત્તર અવાજોર આકર્ષણ ઊભું થાય છે.
તે જ રીતે પચ્ચીસમા શતકના દ્વિતીય ઉદ્દેશકમાં જીવનું કર્તુત્વ બતાવ્યું છે અર્થાત્ જીવ કર્તા છે અને અજીવ તેનું કર્મ છે. અંગ્રેજીમાં જેને સજેક્ટ અને ઓજેક્ટ કહેવાય છે. અહીં ભગવાને સ્પષ્ટ કર્યું છે કે જીવ સજ્જેકટ છે અને અજીવ ઓજેકટ છે અર્થાત્ જીવનું કર્તૃત્વ સ્વતંત્ર છે. વ્યાકરણકર્તા શ્રી પાણીનીજીએ પણ પાણીનીય વ્યાકરણમાં “સ્વતંત્ર કર્તા', એવું સૂત્ર મૂક્યું છે. તર્કશાસ્ત્રમાં જ્ઞાન છાતિમત્વમ્
ત્કૃત્વમ્ અર્થાત્ જ્ઞાન, ઇચ્છા અને યત્ન એ ત્રણેની ત્રિવેણી ભેગી થાય ત્યારે કર્તુત્વનું સર્જન થાય છે.
અહીં જૈન શાસ્ત્રાનુસાર પણ આ ત્રણે ગુણો જીવમાં જ સંભવે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન, અંતરાયકર્મના ક્ષયોપશમથી યત્ન(વીર્ય) અને મોહનીયના ઉદયથી ઈચ્છા, આ ત્રણે ગુણો જીવ સાથે સંબંધ ધરાવે છે. બે ગુણ ક્ષયોપશમભાવી છે અને એક ગુણ ઉદયભાવી છે એટલે જીવનું વ્યવહાર દષ્ટિએ સ્વાતંત્ર્ય સિદ્ધ થાય છે. શંકા – પરંતુ અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે પુલ પરમાણુની રચના થયા પછી જ અને અનુકૂળ યોનિ અર્થાત્ ઉત્પત્તિ અનુકૂળ થયા પછી જ જીવ શરીરપર્યાપ્તિ બાંધી શકે છે. એ વખતે પુદ્ગલ અથવા અજીવતત્ત્વનું જ કર્તુત્વ છે. અજીવતત્ત્વ જીવને ઉત્પન્ન થવા યોગ્ય બધી રચના સ્વતઃ કરે છે. ખરું પૂછો તો કરે છે,’ એમ ન કહેતા ‘થાય છે,” એમ કહેવું જોઈએ. જે કોઈ શબ્દમાં કહો, પરંતુ ઉત્પત્તિ સુધી અજીવતત્ત્વ સ્વયં કાર્યકારી છે ત્યાર પછી જીવ તે પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ દષ્ટિએ શું જીવનું અથવા જીવત્વનું સ્વાતંત્ર્ય અવરોધાય છે?