________________
**
ભાવ'ના પ્રશ્નોનો વિચાર કરીશું.
લેશ્યાનું અસ્તિત્વ તો છે જ. તે શાસ્ત્રમાન્ય તત્ત્વ પણ છે જ. એટલે તેનું સ્વરૂપ નક્કી થવું જોઈએ, મોહનીય કર્મના ઉદય કે ક્રમશઃ થતા ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય પછી જે ભાવો ઉત્પન્ન થાય અને તે ભાવોના આધારે ત્રિયોગની ઉપર જે પ્રભાવ આવે તેને "લેશ્યા ગણવામાં આવે છે. લેશ્યાની આ નક્કર વ્યાખ્યા છે. મોહનીય વ્ય क्षयोपशम उपशम क्षयजन्यभाव जनित यौगिक प्रभावस्तु लेश्या । लेश्या तु द्रव्य.पा, वर्ण, गंध, रस स्पर्श युक्तत्वात्, यथा घट पटादि પવાŕ: ॥ સંક્ષેપત: ભાવનન્યો પ્રભાવ: આટલી સંક્ષિપ્ત વ્યાખ્યા કર્યા પછી ઉદયના વિષયમાં ખાસ રહસ્યમય વાત પ્રદર્શિત કરીશું.
આ છે ‘અવાન્તર ઉદય.' અત્યાર સુધી સામાન્યપણે બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ઇત્યાદિ શાસ્ત્રીય ભાવોના વર્ણનમાં ‘ઉદય’ સુપ્રસિદ્ધ છે. અહીં ‘ઉદય’નો અર્થ ‘ કર્મોદય’ છે, પરંતુ જ ‘ઉદય’ છે તે સ્વયં નિષ્ક્રિય કે નિઃસંતાન નથી, તેમની પણ એક પરંપરા છે. જેમ ‘બીજ’ માંથી ‘અંકુર’ ફૂટે, પરંતુ ત્યારબાદ ‘પ્રસ્ફુટિત અંકુર’ નિષ્ક્રિય કે નિઃસંતાન નથી. તે અવાન્તર અંકુરોને, કૂંપળોને, બીજા અંગોને જન્મ આપે છે અને કાર્ય-કારણની એક સાંકળ સર્જાય છે. તે જ રીતે ઉદયમાં આવેલું કર્મ ‘ઉદયભાવ’ને પ્રગટ કરી પોતે વિરામ પામે છે, પરંતુ ઉદયના આધારે બીજા ‘અવાન્તર ઉદય’ શરૂ થાય છે, આ ‘અવાન્તર ઉદય’ને સાક્ષાત્ કર્મ સાથે સંબંધ નથી પરંતુ આવા ‘અવાન્તર ઉદયો’ પણ ઉદયની શૃંખલામાં જોડાશે. જેમ હીરાલાલનો દિકરો મોહનલાલ છે, મોહનલાલનો દિકરો પીતામ્બર છે અને પીતામ્બરનો દિકરો પ્રભુદાસ છે. વ્યવહાર દૃષ્ટિએ મોહનલાલ છોડીને બાકીના ઉત્તરોત્તર જન્મેલા પુત્રો હીરાલાલના જ પુત્ર કહેવાશે, આને અવાન્તર પુત્રાવલી કહી શકાય. આ જ રીતે ‘ઉદયભાવ’ પામેલા, કર્મથી ઉદ્ભવેલા ‘ઉદય’ ‘અવાન્તર ઉદય’ને જન્મ આપે છે, પ્રથમ ઉદય રૂપ, રસ, ગંધ રહિત આધ્યાત્મિક કર્યોદય હોઈ શકે છે પરંતુ ઉદયથી ઉત્પન્ન થતા અવાન્તર ભાવો રૂપ, રસ, ગંધવાળા હોઈ શકે છે. શાસ્ત્રમાં પણ ઉદય અને ઉદયનિષ્પન્ન એમ કહીને, ‘અવાન્તર ઉદય’નું જ વ્યાખ્યાન કર્યું છે. ‘ઉદયભાવ’ ક્ષણિક હોય છે. પરંતુ ‘ઉદય નિષ્પન્ન’ સ્થિતિવાળો હોય છે. આ શાસ્ત્રગમ્ય સિદ્ધાંતનો ટૂંકમાં અહીં ઉલ્લેખ કર્યો છે, એ જ રીતે મોહનીયના ક્ષયોપશમનું પણ સમજવું. ક્ષયોપશમભાવ પ્રગટ થતા તેના આધારે બીજા કેટલાક અવાન્તર ભાવો પ્રગટ થતા હોય છે અને આવા ઉત્તમ ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષાયિકભાવ વખતે ઉપરની ઉજ્જવળ લેશ્યાઓનો ઉદય થાય
AB
27