________________
સમાધાન – વસ્તુતઃ અહીં કર્તુત્વનો પ્રશ્ન નથી પરંતુ ગ્રાહક-ગ્રાહ્યભાવ પ્રદર્શિત કરવાનો છે અને તે પણ વ્યવહારનયથી છે એટલે જીવ ગ્રાહક છે અને અજીવ પુદ્ગલ દ્રવ્ય ગ્રાહ્ય છે. અજીવ કયારે ય ગ્રાહક બનતો નથી કે અજીવના પરિણામથી જીવ તેમાં બંધાતો નથી પરંતુ જીવ પોતાના પરિણામથી અજીવને ગ્રહણ કરે છે. અજીવમાં જીવનું ગ્રાહકત્વ નથી, ગ્રાહકત્વ જીવમાં છે અને ગ્રાહ્યત્વ અજીવમાં છે.
આ સિદ્ધાંત જીવ અને અજીવની અપેક્ષાએ છે. અજીવ-અજીવમાં ગ્રાહકત્વ અને ગ્રાહ્યત્વ બંને સંભવે છે. એક પુદ્ગલ બીજા પુદલનો ગ્રાહક થઈ શકે છે અને એક પુગલ બીજા પુદ્ગલથી ગ્રાહ્ય થઈ શકે છે. આથી વિપરીત એક જીવ અને બીજા જીવમાં પરસ્પર ગ્રાહકત્વ કે ગ્રાહ્યત્વ નથી. નીચે આપેલા ભંગથી આ વાત સ્પષ્ટ થશે. (૧) ગ્રાહકત્વ અને ગ્રાહ્યત્વ- જીવ અને અજીવમાં, (૨) ગ્રાહક અને ગ્રાહ્યત્વ- અજીવ અને અજીવમાં, (૩) નોગ્રાહક અને નોગ્રાહ્ય– જીવ અને જીવમાં, (૪) નોગ્રાહક અને નોગ્રાહ્ય– અજીવ અને જીવમાં.
આ દૃષ્ટિએ જીવનું કર્તૃત્વ સ્વીકાર્યા પછી અને અજીવનું ગ્રાહ્યભાવે ગ્રાહ્યત્વ સ્વીકાર્યા પછી મૂળ પ્રશ્રનું સમાધાન થઈ જાય છે. શંકા – આ પચ્ચીસમાં શતકના બીજા ઉદ્દેશકમાં અનંતપ્રદેશી સ્કંધોને જીવ ગ્રહણ કરે છે એમ દર્શાવ્યું છે, તેમાં શું રહસ્ય છે? ઉત્તર- કર્મ બંધન કરવાના પરિણામો કે અધ્યવસાયો એટલા સૂક્ષ્મ નથી કે ક્રિપ્રદેશી ભાવતું સંખ્યાત પ્રદેશી યાવત્ અસંખ્યાત પ્રદેશી દ્રવ્યોને ગ્રહણ કરી શકે, પરંતુ જ્યારે સૂક્ષ્મ પરમાણુઓના પિંડ અનંતપ્રદેશી સ્કંધરૂપે પરિણમે ત્યારે જ આશ્રવભાવો દ્વારા ગ્રહણ યોગ્ય બને છે. જેમ ગુલાબનું ફૂલ કે અત્તર નાક દ્વારા સુગંધ આપે છે પરંતુ તે ગુલાબનો અનંતમો ભાગ, સૂક્ષ્મ પરમાણુઓ નાસિકા દ્વારા ગ્રાહ્ય નથી. આશ્રવના પરિણામો અને બંધ યોગ્ય કર્મ વર્ગણાના સ્કંધો, બંનેનો સુમેળ થવો જોઈએ, આશ્રવભાવોની સ્કૂલતાને આધારે કહ્યું છે કે “અનંતપ્રદેશી સ્કંધને જીવ દ્રવ્યરૂપે ગ્રહણ કરે છે”.
શરીરના સંસ્થાનને અત્યારે સંસ્થાનરૂપે પ્રરૂપ્યા છે અને દેહાદિના આ બધા સંસ્થાનો કર્મજન્ય છે અને તેમાં જીવ કારણભૂત છે અથવા શુભાશુભ કર્મ કારણભૂત છે. અહીં એટલું સ્મરણમાં રાખવું જરૂરી છે કે અજીવ પુદ્ગલોમાં પણ સંસ્થાન હોય છે અને અજીવ પુદ્ગલના સંસ્થાનો સ્વતઃ રચાય છે અર્થાત્ તે પુદ્ગલ પરિણતિ છે. આ
&
29 ON .•