________________
શ્રી ભગવતી સૂત્ર–૫
होइ ? गोयमा ! जहणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । एवं जाव अनंतएसिए ।
૨૭૬
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક દ્વિપ્રદેશી સંધ કેટલા કાલ પર્યંત દેશકંપક રહે છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યંત દેશ કંપક રહે છે. પ્રશ્નહે ભગવન્ ! એક દ્વિપ્રદેશી સ્કંધ કેટલા કાલ પર્યંત સર્વકંપક રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યંત સર્વકંપક રહે છે. પ્રશ્ન- હે ભગવન્ ! એક દ્વિપ્રદેશી સ્કંધ કેટલા કાલ પર્યંત નિષ્કપક રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પર્યંત નિષ્કપક રહે છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યંત જાણવું.
| १०८ परमाणुपोग्गला णं भंते! सव्वेया कालओ केवचिरं होंति ? गोयमा ! सव्वद्धं । ખિયા નં મતે ! વાતો જેવવિ હોતિ ? ગોયમા ! સબદ્ધ
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો કેટલા કાલ પર્યંત સર્વકંપક રહે છે ? ઉત્તરહે ગૌતમ ! સદાકાલ સર્વકંપક રહે છે. પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો કેટલા કાલ પર્યંત નિષ્કપક રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! સદાકાલ નિષ્કપક રહે છે.
| १०९ दुप्पएसिया णं भंते ! खंधा देसेया कालओ केवचिरं होंति ? गोयमा ! सव्वद्धं । સન્દ્રેયા ૫ મતે ! અતઓ વિરહતિ ?નોયમા !સબદ્ધ રેિયા " મતે ! વાલઓ વચિર હોતિ ? ગોયમા !સળવું નાન અનંતપત્તિયા ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક દ્વિપ્રદેશી કંધો કેટલા કાલ પર્યંત દેશકંપક રહે છે ? ઉત્તર- હે ગૌતમ! સર્વકાલ. પ્રશ્ન– હે ભગવન્ ! અનેક દ્વિપ્રદેશી કંધો કેટલા કાલ પર્યંત સર્વકંપક રહે છે ? ઉત્તરહે ગૌતમ ! સર્વકાલ. પ્રશ્ન− હે ભગવન્ ! અનેક દ્વિપ્રદેશી કંધો કેટલા કાલ પર્યંત નિષ્કપક રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વકાલ. આ રીતે અનેક અનંત પ્રદેશી કંધો પર્યંત જાણવું જોઈએ.
| ११०| परमाणुपोग्गलस्स णं भंते ! सव्वेयस्स केवइयं कालं अंतरं होइ ? गोयमा ! सट्ठाणतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । परद्वाणंतरं पडुच्च जहणेण एक्कं समयं, उक्कोसेणं एवं चेव ।
णिरेयस्स णं भंते! केवइयं कालं अंतर होइ ? गोयमा ! सट्ठाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । परट्ठाणंतरं पडुच्च जहणणेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સર્વકંપક પરમાણુ પુદ્ગલનું અંતર કેટલા કાલનું અંતર હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું અંતર હોય છે.
પ્રશ્ન– હે ભગવન્ ! નિષ્કપક પરમાણુ પુદ્ગલનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું અંતર હોય છે.