________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
૨૭૫ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક પરમાણુ પુલ શું દેશપક છે, સર્વકંપક છે કે નિષ્ઠપક છે? ઉત્તર- હે ગૌતમ! દેશકંપક નથી. તે સર્વકંપક પણ હોય છે અને નિષ્ઠપક પણ હોય છે. १०५ दुपएसिया णं भंते ! खंधा किं देसेया, सव्वेया, णिरेया? गोयमा ! देसेया वि, सव्वेया वि, णिरेया वि । एवं जावअणंतपएसिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક દ્ધિપ્રદેશી ઢંધો દેશકંપક છે, સર્વકંપક છે કે નિષ્ઠપક છે? ઉત્તર- હે ગૌતમ! દેશકંપક પણ હોય છે, સર્વકંપક પણ હોય છે અને નિષ્ઠપક પણ હોય છે. આ જ રીતે અનંત પ્રદેશ સ્કંધ પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ અને સ્કંધોમાં સર્વકંપતા, દેશકંપતા, નિષ્કપતાનું નિરૂપણ છે. સર્વકંપ– સંપૂર્ણ સ્કંધમાં કંપન થાય, તે સર્વકંપ. દેશકપ– સ્કંધના એક વિભાગમાં કંપન થાય, તે દેશકંપ. પરમાણ- પરમાણુ નિરંશ છે. તેના બે વિભાગ થતા નથી. તેથી તેમાં જ્યારે કંપન થાય ત્યારે સવશે જ થાય છે. તેથી પરમાણુમાં સર્વકંપ અને નિષ્કપ બે ભંગ જ પ્રાપ્ત થાય છે, તે દેશકંપ નથી.
અનેક પરમાણુઓમાં કેટલાક સર્વકંપ હોય અને કેટલાક નિષ્કપ હોય છે. તે બંને ભંગ હંમેશાં હોય છે. ઢિપ્રદેશી આદિ સ્કંધ – કોઈપણ સ્કંધના વિભાગ થાય ત્યારે તેનો એક વિભાગ છૂટો પડે, સ્થાનાંતર કરે વગેરે કોઈપણ નિમિત્તથી તેના એક દેશમાં કંપન થાય, ક્યારેક સંપૂર્ણ અંધ સર્વાશે કંપિત થાય અને ક્યારેક સંપૂર્ણ અંધ નિષ્કપ હોય છે. આ રીતે દરેક સ્કંધમાં ત્રણે ય ભંગમાંથી કોઈપણ એક ભંગ પ્રાપ્ત થાય છે.
અનેક દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં ત્રણે ભંગ હંમેશાં હોય છે. કેટલાક સ્કંધો દેશકંપક હોય છે, કેટલાક સ્કંધો સર્વકંપક અને કેટલાક સ્કંધો નિષ્ઠપક હોય છે. સર્વકંપ-દેશકપ આદિની સ્થિતિ અને અંતર :१०६ परमाणुपोग्गले णं भंते ! सव्वेए कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं। णिरेए कालओ केवचिरंहोइ? गोयमा ! जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं असंखेज्जंकालं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પરમાણુ પુદ્ગલ કેટલા કાલ પર્યત સર્વકંપક રહે છે? ઉત્તરગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત સર્વકંપક રહે છે. પ્રશ્નહે ભગવન્! એક પરમાણુ પુદ્ગલ કેટલા કાલ પર્યત નિષ્કપક રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પર્યત નિષ્કપ રહે છે. १०७ दुपएसिए णं भंते! खंधे देसेए कालओ केवचिरं होइ? गोयमा!जहण्णेणं एक्कं समय, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं। सव्वेए कालओ केवचिरहोइ ? गोयमा! जहण्णेण एक्कंसमय, उक्कोसेणं आवलियाए असंखेज्जइभाग। णिरेएकालओकेवचिर