________________
શતક–૨૫ : ઉદ્દેશક-૪
૨૫૫
પ્રસ્તુત સૂત્રોમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી સ્કંધોનો પરમાણુ સાથે સંબંધ કરતાં અલ્પબહુત્વનું કથન નથી. પ્રદેશની અપેક્ષાએ --
- પ્રદેશની અપેક્ષાએ અલ્પબહુત્વમાં દ્રવ્યાપેક્ષાથી વિપરીત ક્રમ થાય છે. પરમાણુ પુદ્ગલો એક પ્રદેશ પ્રમાણ છે. દ્વિપ્રદેશી કંધો બે પ્રદેશ પ્રમાણ છે તેથી તે પ્રદેશથી અધિક છે, તે જ રીતે દ્વિપ્રદેશી ધોથી ત્રિપ્રદેશી કંધો યાવત્ અસંખ્ય પ્રદેશી સ્કંધો ક્રમશઃ પ્રદેશોની અપેક્ષાએ અધિક-અધિક હોય છે. અનંતપ્રદેશી સ્કંધોથી અસંખ્યાત પ્રદેશી બંધ, પ્રદેશથી અધિક હોય છે.
અવગાહનામાં દ્રવ્યની અપેક્ષાએ ઃ– પરમાણુ પુદ્ગલથી અનંત પ્રદેશી કંધો પર્યંતના સર્વ સ્કંધો એક આકાશ પ્રદેશ પર રહી શકે છે. પ્રસ્તુત પ્રકરણમાં પુદ્ગલ દ્રવ્યની અવગાહનાની અપેક્ષાએ જ કથન કર્યું છે.
દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોથી એક પ્રદેશાવગાઢ પુદ્ગલો વિશેષાધિક છે. આ રીતે યાવત્ દશપ્રદેશાવગાઢ પુદ્ગલોથી નવપ્રદેશાવગાઢ પુદ્ગલો વિશેષાધિક છે. દશપ્રદેશાવગાઢ પુદ્ગલોથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો સંખ્યાતગુણા અને તેનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો અસંખ્યાતગુણા અધિક છે. કારણ કે તેના અવગાહના સ્થાન અધિક હોય છે.
અવગાહનામાં પ્રદેશની અપેક્ષાએ ઃ–દ્રવ્યની અપેક્ષાએ જે કથન છે, તેનાથી વિપરીત ક્રમ જાણવો. એક પ્રદેશાવગાઢ પુદ્ગલોથી દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી વિશેષાધિક છે. તેનાથી ત્રણ, ચાર યાવત્ દશપ્રદેશાવગાઢ પુદ્ગલો સુધી ક્રમશઃ વિશેષાધિક છે. તેનાથી સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી ક્રમશઃ સંખ્યાતગુણા અને અસંખ્યાતગુણા છે.
સ્થિતિની અપેક્ષાએ ઃ– તેનું કથન અવગાહનાની સમાન છે.
વર્ણાદિમાં દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ ઃ- · વર્ણાદિનું કથન પરમાણુ આદિની સમાન જાણવું અર્થાત્ એક ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલો, બે ગુણ કાળા પુદ્ગલોથી અધિક છે.
સર્વથી અલ્પ અનંતગુણ કાળા પુદ્ગલો, તેનાથી અસંખ્યાતગુણ કાળા પુદ્ગલો અસંખ્યાતગુણા, સંખ્યાત ગુણ કાળા પુદ્ગલો સંખ્યાત ગુણા; તેનાથી દસ, નવ આ રીતે વિપરીત ક્રમથી બે ગુણ કાળા પુદ્ગલો ક્રમશઃ અધિક હોય છે અને તેનાથી એક ગુણ કાળા પુદ્ગલો અધિક છે. આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ પર્યંત જાણવું.
કર્કશ, સુંવાળો, હળવો અને ભારે, આ ચાર સાંયોગિક સ્પર્શ યુક્ત પુદ્ગલોમાં એક ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોથી બે ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો તથાવિધ સ્વભાવના કારણે અધિક છે. આ રીતે અનંતગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો ક્રમશઃ અધિક છે; તે પ્રમાણે જાણવું.
શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળભૂત સ્પર્શ યુક્ત પુદ્ગલોનું કથન વર્ણાદિના કથનની સમાન છે અર્થાત્ વિપરીત ક્રમથી યાવત્ બે ગુણ શીત પુદ્ગલોથી એક ગુણ શીત પુદ્ગલો અધિક છે. પરમાણુ આદિનું દ્રવ્ય-પ્રદેશ સંયુક્ત અલ્પબહુત્વ :
५५ एएसि णं भंते ! परमाणुपोग्गलाणं, संखेज्जपएसियाणं, असंखेज्जपएसियाणं, अणंतपएसियाण य खंधाणं दव्वट्टयाए, परसट्टयाए, दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?