________________
૨૫૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
गोयमा ! एगगुणकक्खडेहिंतो पोग्गलेहितो दुगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए विसेसाहिया । एवं जावणवगुणकक्खडेहिंतो पोग्गलेहिंतो दसगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए विसेसाहिया । दसगुणकक्खडेहितोपोग्गलेहितो संखेज्जगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए बहुया । संखेज्जगुणकक्खडेहितोपोग्गलेहितो असंखेज्जगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए बहुया। असंखेज्जगुणकक्खडेहितोपोग्गलेहितो अणंतगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए बहुया । एवं पएसट्टयाए । सव्वत्थ पुच्छा भाणियव्वा । जहा कक्खडा ए वमउयगरुयलहुया वि । सीयउसिण-णिद्ध लुक्खा जहा वण्णा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ગુણ કર્કશ અને દ્વિગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થથી કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! એક ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોથી દ્વિગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યથી વિશેષાધિક છે. આ રીતે યાવત નવ ગુણ કર્કશ સ્પર્શવાળા પુલોથી દશ ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યથી વિશેષાધિક છે, દશ ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોથી સંખ્યાત ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્યથી અધિક છે. સંખ્યાત ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોથી અસંખ્યાત ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યથી અધિક છે. અસંખ્યાત ગુણ કર્કશ સ્પર્શવાળા પુગલોથી અનંતગુણ કર્કશ સ્પર્શવાળા પુદગલો દ્રવ્યથી અધિક છે. આ જ રીતે પ્રદેશથી પણ જાણવું. આ બધાના પ્રશ્ન પણ કરવા જોઈએ. કર્કશ સ્પર્શ અનુસાર મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ પણ સમજવા જોઈએ. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શનું કથન વર્ણની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યોમાં વિવિધ અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન કર્યું છે. દ્રવ્યની અપેક્ષાએ - પરમાણુ યુગલો અને ક્રિપ્રદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધો અનંતાનંત છે. અનંતના અનંત ભેદ થતા હોવાથી તેમાં અલ્પબદુત્વ થાય છે. એકથી દશ પ્રદેશી સુધીના સ્કંધોમાં– દશ પ્રદેશથી નવ પ્રદેશી ઢંધો અને નવ પ્રદેશી ઢંધોથી આઠ પ્રદેશી સ્કંધો અધિક-અધિક છે. તે જ રીતે વિપરીત ક્રમથી યાવત્ દ્ધિપ્રદેશી સ્કંધોથી પરમાણુ પુદ્ગલો અધિક છે.
તે જ રીતે અગિયાર પ્રદેશી અંધથી દશ પ્રદેશ સ્કંધો અને બાર પ્રદેશથી અગિયાર પ્રદેશ સ્કંધો ક્રમશઃ અધિક-અધિક હોય, આ રીતે શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યામાં પૂર્વ-પૂર્વની સંખ્યાવાળા સ્કંધો ક્રમશઃ અધિક હોય તેમ સમજી શકાય; પરંતુ સૂત્રકારે દશ પ્રદેશી સ્કંધ પછી સંખ્યાતપ્રદેશી ઢંધનું સામાન્ય રીતે જ કથન કર્યું છે. અગિયાર, બાર પ્રદેશી આદિ સ્કંધોનું કથન કર્યું નથી. તદનુસાર- દશ પ્રદેશી ઢંધોથી સંખ્યાત પ્રદેશી ઢંધો અધિક છે. કારણ કે તેમાં અનેક સંખ્યાઓનો અર્થાતુ અસંખ્યાત પહેલાની સર્વ સંખ્યાઓનો સમાવેશ થાય છે.
સંખ્યાત પ્રદેશી ઢંધોથી અસંખ્યાતપ્રદેશી ઢંધો અધિક છે. કારણ કે સંખ્યાતપ્રદેશી ઢંધોના સ્થાન સંખ્યાત અને અસંખ્યાતપ્રદેશ સ્કંધોના સ્થાન અસંખ્યાત હોવાથી તે સંખ્યાતપ્રદેશી ઢંધથી વધી જાય છે. અનંતપ્રદેશી ઢંધ કરતાં અસંખ્યાતપ્રદેશી સ્કંધ તથા પ્રકારના સ્વભાવથી જ અધિક હોય છે.