________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૪૯]
નિષ્કપ પણ છે.
३८ णेरड्या णं भंते ! किं देसेया, सव्वेया? गोयमा ! देसेया वि सव्वेया वि । से केणटेणं भंते ! देसेया वि, सव्वेया वि? गोयमा ! णेरइया दुविहा पण्णत्ता,तं जहाविग्गहगइसमावण्णगायअविग्गहगइसमावण्णगाय। तत्थणंजेतेविग्गहगइसमावण्णगा तेणंसव्वेया,तत्थ णंजेते अविग्गहगइसमावण्णगातेणंदेसेया। सेतेणटेणं गोयमा ! जावसव्वेया वि । एवं जाववेमाणिया । શદાર્થ:-વિદાફવા = વાટે વહેતાજીવ વિદફસમાવUMI = સ્થાન સ્થિત જીવો, ભવસ્થ જીવો. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું દેશ કંપક છે કે સર્વ કંપક? ઉત્તર- હે ગૌતમ! તે દેશકંપક પણ છે અને સર્વકંપક પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે યાવતુ સર્વકંપક પણ છે? ઉત્તર-હે ગૌતમ! નૈરયિકોના બે પ્રકાર છે, યથા- વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં વિગ્રહગતિ સમાપન્નક સર્વકંપક છે અને અવિગ્રહગતિ સમાપન્નક દેશકંપક છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે કે નરયિકો યાવતું સવેકપકે પણ છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં કંપતા અને નિષ્કપતાનું નિરૂપણ છે. સેવા-
ળિયા:-સકંપ, નિષ્કપ.ચલનક્રિયા સહિત હોય તેને સકંપ અને ચલનક્રિયા રહિત નિશ્ચલ હોય તેને નિષ્કપ કહે છે. સિદમાં સકપતા-નિષ્કપતા:- સિદ્ધત્વ પ્રાપ્તિના પ્રથમ સમયવર્તી સિદ્ધ અનંતર સિદ્ધ કહેવાય છે. સિદ્ધો અયોગી છે. તેના આત્મપ્રદેશોમાં કોઈપણ પ્રકારનું કંપન થતું નથી તેમ છતાં પ્રથમ સમયવર્તી સિદ્ધોમાં ચલનક્રિયા હોય છે કારણ કે સિદ્ધત્વ પ્રાપ્તિનો અને લોકાગ્રે પહોંચવાનો સમય એક જ છે. લોકાગ્રે પહોંચવામાં ગમનક્રિયા થવાથી તે સકંપ હોય છે અને સિદ્ધત્વ પ્રાપ્તિ પશ્ચાતુ જેને બે, ત્રણ આદિ સમય થઈ ગયા હોય તેને પરંપર સિદ્ધ કહે છે. તે સર્વથા નિશ્ચલ હોવાથી નિષ્કપ હોય છે. સંસાર સમાપત્રક જીવોઃ- તેના બે ભેદ છે. (૧) શૈલેશી પ્રતિપન્નક- શૈલેશી અવસ્થાને પ્રાપ્ત જીવો અને (૨) અશૈલેશી પ્રતિપન્નક- શૈલેશી અવસ્થાને અપ્રાપ્ત જીવો. શૈલેશી અવસ્થામાં ત્રણ યોગનું સંધન થઈ જવાથી આત્મપ્રદેશો સંપૂર્ણ રીતે નિશ્ચલ થઈ જાય છે, તેથી તે નિષ્કપ છે. અશેલેશી પ્રતિપન્નક સર્વ જીવો સકંપ હોય છે. તેના બે ભેદ છે વાટે વહેતા જીવો અને સ્થાન સ્થિત જીવો.
વાટે વહેતા જીવો એક ગતિથી બીજી ગતિમાં સર્વાત્મપ્રદેશોથી જાય, તો તે સર્વ સકંપ છે અને આત્મપ્રદેશો ઇલિકાગતિથી જાય, તો તે દેશસકંપ હોય છે. સ્થાસ્થિત જીવો ઔદારિક કે વૈક્રિય શરીરની અપેક્ષાએ દેશ સકંપ હોય છે.