________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
૨૪૫
કતયુગ્મ પણ છે યાવત કલ્યોજ પણ છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. આ જ રીતે એકવચન અને બહુવચનની અપેક્ષાએ નીલવર્ણ પર્યાયોનું કથન કરવું તથા તે જ રીતે બધા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શોનું કથન કરતાં રૂક્ષ સ્પર્શ પર્યાયો સુધી જાણવું. વિવેચન :
જીવ પ્રદેશો અમૂર્ત અને અરૂપી છે તેથી તેમાં વર્ણાદિ પર્યાયો નથી, પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં શરીર સહિતના સંસારી જીવોનું ગ્રહણ કરીને શરીરના વર્ણાદિ પર્યાયોમાં કતયુગ્મ આદિ ચારે રાશિ કહી છે. અહીં સિદ્ધ જીવોમાં પણ પ્રદેશ, અવગાહના, સ્થિતિ સંબંધી વર્ણન કરવામાં આવ્યું પરંતુ સિદ્ધો અશરીરી હોવાથી તેમાં વર્ણાદિ સંબંધી કૃતયુગ્માદિ પ્રશ્નોનો નિષેધ કર્યો છે. જીવોના જ્ઞાનાદિ પર્યવોમાં કૃતયુગ્માદિ –
३० जीवेणं भंते ! आभिणिबोहियणाणपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा? गोयमा ! सिय कडजुम्मे जावसिय कलिओगे। एवं एगिदियवज्ज जाववेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક જીવ આભિનિબોધિક જ્ઞાન પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ યાવત કલ્યોજ છે. આ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી જાણવું. ३१ जीवाणं भंते ! आभिणिबोहियणाणपज्जवेहिं किंकडजुम्मे, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा। विहाणादेसेणं कडजुम्मा वि जाव कलिओगा वि । एवं एगिदियवज्जं जाववेमाणिया । एवं सुयणाणपज्जवेहिं वि ।
ओहिणाणपज्जवेहिंविएवंचव । णवरविगलिंदियाणंणत्थि ओहिणाणं । मणपज्जवणाणं एवं चेव, णवरंजीवाणं मणुस्साण य, सेसाणं णत्थि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો આભિનિબોધિક જ્ઞાન પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત કતયુગ્મ છે યાવતુ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કયુગ્મ પણ છે યાવત કલ્યોજ પણ હોય છે. આ રીતે એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક પર્યત જાણવું. આ જ રીતે શ્રુતજ્ઞાનની પર્યવોના વિષયમાં જાણવું. અવધિજ્ઞાનની પર્યવોના વિષયમાં પણ આ જ રીતે જાણવું છે, વિશેષતા એ છે કે વિકસેન્દ્રિય જીવોને અવધિજ્ઞાન હોતું નથી. મન:પર્યવજ્ઞાનના પર્યવોના વિષયમાં પણ આ જ પ્રકારે છે પરંતુ સમુચ્ચય જીવો અને મનુષ્યોને જ મન:પર્યવજ્ઞાન હોય છે. શેષ દંડકોમાં નથી.
३२ जीवेणं भंते ! केवलणाणपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा? गोयमा !कडजुम्मे, णोतेओगे, णो दावरजुम्मे, णो कलिओगे। एवं मणुस्से वि। एवं सिद्धे वि।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક જીવ, કેવલજ્ઞાન પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પુચ્છા? ઉત્તર- હે ગૌતમ ! કુતયુગ્મ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી, આ જ રીતે મનુષ્ય અને સિદ્ધના વિષયમાં પણ છે.