________________
[ ૨૪૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
समयट्टिईया वि । एवं जाववेमाणिया। सिद्धा जहा जीवा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો શું કતયુગ્મ સમયની સ્થિતિવાળા છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા યાવતુ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ યાવત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ છે. આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું. સિદ્ધ જીવોનું કથન સામાન્ય જીવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની સ્થિતિમાં કૃતયુગ્મ આદિ ચારે રાશિનું નિરૂપણ છે.
એક કે અનેક સમુચ્ચય જીવોની સ્થિતિ ત્રિકાલ શાશ્વત છે. તેના અનંત સમય કૃતયુગ્મ સંખ્યાવાળા છે.
- નરયિક આદિ ૨૪ દંડકના જીવોની સ્થિતિ ભિન્ન-ભિન્ન હોવાથી તેમાં ઓઘાદેશ અને વિધાનાદેશથી કૃતયુગ્મ આદિ ચારે પ્રકારના યુગ્મ ઘટિત થાય છે.
એક કે અનેકસિદ્ધોની સ્થિતિ સાદિ અનંતકાલની છે અને સમુચ્ચય જીવની જેમ તેના અનંત સમય પણ કૃતયુગ્મ સંખ્યાવાળા છે. તેથી તેમાં અન્ય ત્રણ યુગ્મનો સંભવ નથી. જીવોમાં વર્ણાદિની અપેક્ષાએ કૃતયુગ્માદિ - २८ जीवेणं भंते ! कालवण्णपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा? गोयमा ! जीवपएसे पडुच्च णो कडजुम्मे जावणो कलिओगे। सरीरपएसे पडुच्च सिय कडजुम्मे जावसिय कलिओगे। एवं जाववेमाणिए । सिद्धो चेव ण पुच्छिज्जइ । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એક જીવ કાળા વર્ણ પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જીવ પ્રદેશોની અપેક્ષાએ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ, કોઈપણ નથી. જીવાત્મા અરૂપી છે. તેથી તેમાં વર્ણાદિ સંબંધી કુતયુગ્મ આદિ ચારેયનો નિષેધ છે. શરીર પ્રદેશોના વર્ણાદિની એપક્ષાએ તે કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે, આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું. અહીં સિદ્ધોના વિષયમાં પ્રશ્ન જ ન કરવો જોઈએ.
२९ जीवाणंभंते ! कालवण्णपज्जवेहि,पुच्छा?गोयमा !जीवपएसे पडुच्च ओघादेसेण वि विहाणादेसेण विणो कडजुम्मा जावणो कलिओगा। सरीरपएसे पडुच्च ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा,विहाणादेसेणंकडजुम्मावि जावकलिओगा वि। एवं जाववेमाणिया। एवंणीलवण्णपज्जवेहिं दंडओ भाणियव्वो एगत्तपुहत्तेणं । एवं जावलुक्खफासपज्जवहिं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! અનેક જીવો કાળા વર્ણના પર્યાયોની અપેક્ષાએ શું કુતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જીવપ્રદેશોની અપેક્ષાએ ઓઘાદેશ કે વિધાનાદેશથી તે કૂતયુગ્મ યાવત કલ્યો નથી, પરંતુ શરીર પ્રદેશોની અપેક્ષાએ ઓઘાદેશથી કદાચિત્ કતયુગ્મ યાવત કલ્યોજ છે. વિધાનાદેશથી