________________
૨૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
३३ जीवाणं भंते ! केवलणाणपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा? गोयमा ! ओघादेसेण वि विहाणादेसेण वि कडजुम्मा, णो तेओगा, णो दावरजुम्मा, णो कलिओगा । एवं मणुस्सा वि । एवं सिद्धा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો કેવલજ્ઞાનના પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશ અને વિધાનાદેશથી કૃતયુગ્મ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. આ રીતે મનુષ્યો અને સિદ્ધોના વિષયમાં જાણવું.
३४ जीवेणं ते! मइअण्णाणपज्जवेहिं किंकडजुम्मे, पुच्छा?गोयमा!जहा आभिणिबोहियणाणपज्जवेहिं तहेव दो दंडगा । एवं सुयअण्णाणपज्जवेहि वि, एवं विभगणाणपज्जवेहि वि । चक्खुदसण-अचक्खुदसण-ओहिदसण-पज्जवेहि वि एवं चेव, णवरजस्स जंअत्थितंभाणियव्वं । केवलदसणपज्जवेहिं जहा केवलणाणपज्जवेहि। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! એક જીવ મતિ અજ્ઞાનના પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! આભિનિબોધિક જ્ઞાનના પર્યવોની જેમ મતિ અજ્ઞાન પર્યવોના બે દંડક જાણવા જોઈએ. શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના પર્યવો પણ આ જ પ્રકારે છે પરંતુ જેને જે જ્ઞાનાદિ હોય, તેને તે કહેવા. કેવલદર્શનના પર્યવો, કેવલજ્ઞાનના પર્યવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનના પર્યવોમાં કુતયુગ્મ આદિ રાશિનું નિરૂપણ છે. જ્ઞાન પર્યવ - જ્ઞાનના સુક્ષ્મ અવિભાજ્ય અંશોને જ્ઞાનના પર્યવ કહે છે. પાંચ જ્ઞાનના અનંત પર્યવો છે. તેમાં મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શન ક્ષાયોપથમિક જ્ઞાન-દર્શન છે. ક્ષયોપશમની વિચિત્રતાથી તેમાં અનેક પ્રકારની તરતમતા હોય છે. તેથી તેના પર્યવોનું અનંતપણું અવસ્થિત નથી.
પ્રથમ ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનના પર્યવોમાં એક જીવની અપેક્ષાએ ચાર યુગ્મમાંથી કોઈપણ યુગ્મ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ ઓઘાદેશથી ચાર યુગ્મમાંથી કોઈપણ એક યુગ્મ હોય અને વિધાનાદેશથી ચારે યુગ્મ હોય છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્ષાયિક ભાવ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની તરતમતા નથી. તેના પર્યવો એક સમાન છે. તે અવસ્થિત છે અને અનંત છે તેથી તે કૃતયુગ્મ જ હોય છે. ૨૪ દંડકના જીવોમાંથી જેને જે જ્ઞાન અને દર્શન હોય તે પ્રમાણે કથન કરવું જોઈએ. કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક સમુચ્ચય જીવો, મનુષ્યો અને સિદ્ધ જીવો છે. મન:પર્યવજ્ઞાન સમુચ્ચય જીવો અને મનુષ્યોને હોય છે. અવધિજ્ઞાન એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોને છોડીને શેષ જીવોને હોય છે. મતિ જ્ઞાન અને શ્રુતજ્ઞાન એકેન્દ્રિય જીવોને છોડીને શેષ સર્વ જીવોને હોય છે.