________________
[ ૨૪ર |
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રદેશથી - પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અવસ્થિત અસંખ્યાતા છે અને સર્વ જીવોના આત્મપ્રદેશો પણ અવસ્થિત અનંત છે. આ રીતે એક કે અનેક જીવોની અપેક્ષાએ આત્મપ્રદેશો નિયત હોવાથી કૃતયુગ્મ છે. ૨૪ દંડકના જીવો અને સિદ્ધોમાં પણ આત્મ પ્રદેશો નિયત હોવાથી કૃતયુગ્મ જ છે.
શરીરમાં સંઘાત અને ભેદથી પરિવર્તન થતું રહે છે તેથી સમુચ્ચય જીવ અને એક કે અનેક જીવોના શરીર પ્રદેશોમાં ચાર રાશિમાંથી કોઈપણ એક રાશિ હોય છે. સિદ્ધો અશરીરી હોય છે. જીવોમાં અવગાહનાની અપેક્ષાએ કૃતયુગ્માદિ:२१ जीवेणं भंते ! किं कडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा ! सिय कडजुम्मपएसोगाढे जावसिय कलिओगपएसोगाढे । एवं जावसिद्धे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! જીવ કદાચિત કુતયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે યાવત કદાચિતુ કલ્યોજ પ્રદેશાવગાઢ થાય છે. આ રીતે સિદ્ધ પર્યત જાણવું. २२ जीवाणंभंते ! किंकडजुम्मपएसोगाढा,पुच्छा?गोयमा !ओघादेसेणंकडजुम्मपए सोगाढा,णोतेओगपएसोगाढा,णोदावरपएसोगाढा,णोकलिओगपएसोगाढा । विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि जावकलिओगपएसोगाढा वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ ! અનેક જીવો સર્વ સામાન્યની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. પ્રત્યેકની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ હોય છે. २३ रइयाणं भंते ! किंकडजुम्मपएसोगाढा, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मपएसोगाढा जावसियकलिओगपएसोगाढा। विहाणादेसेणंकडजुम्मपएसोगाढा वि जावकलिओगपएसोगाढा वि। एवंएगिदियसिद्धवज्जासवेवि। सिद्धएगिदिया यजहा નીવા.. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરિયકો શું કૂતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે સર્વ સામાન્યાપેક્ષયા કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ભાવતુ કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. પ્રત્યેક જીવની અપેક્ષાએ તે કૂતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. આ જ રીતે એકેન્દ્રિયો અને સિદ્ધોને છોડીને સર્વ જીવોનું કથન કરવું. સિદ્ધ અને એકેન્દ્રિય જીવોનું કથન સમુચ્ચય જીવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની અવગાહનામાં કૃતયુગ્મ આદિ ચાર રાશિનું નિરૂપણ છે. પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાતા છે. તે રાશિ નિશ્ચિત અને નૃતયુગ્મ રૂપ છે.