________________
શતક–૨૫ : ઉદ્દેશક-૪
ગૌતમ ! એક જીવ પ્રદેશોની અપેક્ષાએ કૃતયુગ્મ છે, પરંતુ જ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી તથા શરીર પ્રદેશોની અપેક્ષાએ કદાચિત્ કૃતયુગ્મ છે યાવત્ કદાચિત્ કલ્યોજ હોય છે. આ રીતે વૈમાનિક પર્યંત જાણવું. છે ૨૮ સિદ્ધે ” ભંતે! પËકયા િઙનુમ્મે, પુચ્છા ? નોયમા ! ડઝુમે; ખો તેઓને, ખો વાવરવુમ્મે, ગો જિઓને ।
૨૪૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક સિદ્ધ, આત્મપ્રદેશોથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! એક સિદ્ધ આત્મપ્રદેશોથી કૃતયુગ્મ છે, પરંતુ જ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. શરીર ન હોવાથી તેમાં શરીરની અપેક્ષાનું કથન નથી.
१९ जीवाणं भंते! पट्टयाए किं कडजुम्मा, पुच्छा । गोयमा ! जीवपएसे पडुच्च ओघादेसेण वि विहाणादेसेण वि कडजुम्मा, णो तेओगा, जो दावरजुम्मा, जो कलिओगा । ખો सरीरपएसे पडुच्च ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा, विहाणादेसेणंकडजुम्मा वि जावकलिओगा वि । एवं णेरइया वि । एवं जाव वेमाणिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક જીવો પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! જીવો આત્મપ્રદેશોની અપેક્ષાએ ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે; જ્યોજ, દ્વાપર- યુગ્મ અને કલ્યોજ નથી. શરીરપ્રદેશોની અપેક્ષાએ ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ છે યાવત્ કદાચિત્ કલ્યોજ છે અને વિધાનાદેશથી મૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ જ રીતે નૈરિયકનું કથન પણ કરવું જોઈએ. આ જ રીતે વૈમાનિક પર્યંત જાણવું જોઈએ.
२० | सिद्धाणं भंते! पएसट्टयाए किं कडजुम्मा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं वि विहाणादेसेण वि कडजुमा; णो तेओगा, णो दावरजुम्मा, णो कलिओगा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક સિદ્ધો પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધો ના પ્રદેશો સર્વ સામાન્યની અપેક્ષાએ અને પ્રત્યેક સિદ્ધની અપેક્ષાએ કૃતયુગ્મ છે, તે જ્યોજ દ્વાપર યુગ્મ કે કલ્યોજ નથી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યથી અને પ્રદેશથી એકવચન અને બહુવચનની અપેક્ષાએ જીવ દ્રવ્યમાં કૃતયુગ્મ આદિ ભેદનું નિરૂપણ કર્યું છે.
દ્રવ્યથી :– જીવ, દ્રવ્યની અપેક્ષાએ એક દ્રવ્યરૂપ છે તેથી તે કલ્યોજ છે. ઓઘાદેશથી એટલે અનેક જીવોની અપેક્ષાએ જીવ દ્રવ્ય અવસ્થિત અનંત છે અને તે અનંત સંખ્યા સ્વભાવિક રીતે મૃતયુગ્મ છે. વિધાનાદેશથી એટલે પ્રત્યેક જીવની અપેક્ષાએ તે પ્રત્યેક જીવ એક-એક હોવાથી કલ્યોજ છે.
૨૪ દંડકના જીવોમાં જન્મ-મરણની અપેક્ષાએ તેની સંખ્યામાં વધઘટ થયા જ કરે છે તેથી ઓઘાદેશથી– તેની સર્વ સામાન્ય સંખ્યામાં ચારમાંથી કોઈપણ રાશિ ઘટી શકે છે. વિધાનાદેશથી– પ્રત્યેક જીવની અપેક્ષાએ તે કલ્યોજ રૂપ છે. સિદ્ધોની રાશિમાં વૃદ્ધિ થયા કરે છે તેથી તેમાં પણ ચારમાંથી કોઈ રાશિ ઘટિત થઈ શકે છે. પ્રત્યેક સિદ્ઘની અપેક્ષાએ તે કલ્યોજ છે.