________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
| ૨૩૯ |
છ દ્રવ્યોમાં દ્રવ્યાપેક્ષયા અને પ્રદેશાપેક્ષયા અલ્પબદુત્વઃ
ધર્માસિ | અધર્માસ્તિ | આકાશાસ્તિ | જીવાસ્તિ પુદ્ગલાસ્તિ | કાલ દ્રવ્યથી | ૧ | ૧ | ન સર્વથી થોડા | ૨ અનંતગુણા | ૩ અનંતગુણા | ૪ અનંતગુણા | પ્રદેશથી | ૧ | ૧ | ૫ અનંતગુણ | ર અનંતગુણા | ૩ અનંતગુણા |૪ અનંતગુણા
* ઉપરોક્ત અલ્પબદુત્વ ક્રમાંક પ્રમાણે છે. * દ્રવ્યથી અને પ્રદેશથી બંને ભિન્ન ભિન્ન છે. છ દ્રવ્યોની અવગાઢતામાં કૂતયુગ્મ આદિ - |१० धम्मत्थिकाएणंभते ! किं ओगाढे, अणोगाढे? गोयमा !ओगाढे,णोअणोगाढ । ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! ધર્માસ્તિકાયદ્રવ્ય, શું અવગાઢ(આશ્રિત) છે કે અનવગાઢ છે? ઉત્તરહે ગૌતમ! અવગાઢ છે, અનવગાઢ નથી. | ११ जइ भंते ! ओगाढे-किं संखेज्जपएसोगाढे, असंखेज्जपएसोगाढे, अणंतपएसोगाढे? गोयमा !णो सखेज्जपएसोगाढे, असखेज्जपएसोगाढे, णो अणतपएसोगाढे। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જો ધર્માસ્તિકાય અવગાઢ છે, તો શું સંખ્યાત પ્રદેશાવગાઢ છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ છે કે અનંત પ્રદેશાવગાઢ છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશાવગાઢ નથી અને અનંત પ્રદેશાવગાઢ પણ નથી પરંતુ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. |१२ जइभते !असंखेजपएसोगाढे-किंकडजुम्मपएसोगाढे,पुच्छा?गोयमा !कडजुम्म पएसोगाढे, णोतेओगपएसोगाढे, णोदावरजुम्मपएसोगाढे, णो कलिओगपएसोगाढे। एवं अधम्मत्थिकाएवि । एवं आगासत्थिकाए वि। जीवत्थिकाए ,पुगलत्थिकाए, अद्धासमए एवं चेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો ધર્માસ્તિકાયદ્રવ્ય, અસંખ્યાત પ્રદેશાવગાઢ છે, તો કૃતયુમ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યો પ્રદેશાવગાઢ નથી. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય પણ જાણવા. |१३ इमाणं भंते ! रयणप्पभा पुढवी किं ओगाढा, अणोगाढा? गोयमा ! जहेव धम्मत्थिकाए । एवं जावअहेसत्तमा । सोहम्मे एवं चेव । एवं जावईसिपब्भारा पुढवी। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું અવગાઢ છે કે અનવગાઢ ? ઉત્તર-હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીનું સર્વ કથન ધર્માસ્તિકાયની સમાન છે. આ રીતે યાવત્ અધસપ્તમ પૃથ્વી પર્યત જાણવું તથા સૌધર્મ દેવલોકમાં પણ આ જ રીતે છે તેમજ ઈષતુપ્રાસ્મારા પૃથ્વી પર્યત પણ આ જ રીતે જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ દ્રવ્યોની અવગાઢતામાં કૃતયુગ્મ આદિ રાશિનું નિરૂપણ છે.