________________
શ્રી ભગવતી સૂત્ર–૫
ગૌતમ ! કૃતયુગ્મ છે, પરંતુ જ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. આ જ રીતે અટ્ઠાસમય પર્યંત જાણવું.
વિવેચન -
છે
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યથી અને પ્રદેશથી છ દ્રવ્યોનું કૃતયુગ્મ આદિ સંખ્યારૂપે નિરૂપણ છે. દ્રવ્યથી :— ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય, આ ત્રણે દ્રવ્યો, દ્રવ્યથી એક દ્રવ્યરૂપ તેથી તે કલ્યોજ રૂપ છે. જીવ દ્રવ્ય અનંત છે, તે કૃતયુગ્મરૂપ છે. જીવોની પર્યાયમાં પરિવર્તન થવા છતાં જીવોની રાશિ નિયત છે. તેની સંખ્યામાં વધઘટ થતી નથી. જે દ્રવ્ય કે પ્રદેશોની રાશિનિયત હોય તે સ્વભાવિકરૂપે કૃતયુગ્મ રાશિરૂપ જ હોય છે.
૨૩૮
પુદ્ગલ દ્રવ્ય અનંત છે. તેમાં પરમાણુ, દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી યાવત્ અનંતપ્રદેશી કંધો અનંત છે. સંઘાત અને ભેદથી તેમાં પરિવર્તન થયા જ કરે છે. ક્યારેક પરમાણુ, સ્કંધ રૂપ અને ક્યારેક સ્કંધ, પરમાણુ રૂપે પરિણત થઈ જાય છે. આ રીતે પુદ્ગલ પરમાણુ કે સ્કંધોની સંખ્યા અનંત હોવા છતાં તે અનંતતા અનિશ્ચિત છે તેથી તેમાં ચારે રાશિ ઘટી શકે છે.
પ્રદેશથી :– સર્વ દ્રવ્યો પ્રદેશથી કૃતયુગ્મ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો, આકાશાસ્તિકાયના અનંત પ્રદેશો અને અહ્વા કાલના અનંત સમયો કૃતયુગ્મરૂપ છે.
પ્રત્યેક જીવ દ્રવ્યોમાં જન્મ-મરણાદિની અપેક્ષાએ અને પ્રત્યેક પુદ્ગલ દ્રવ્યોમાં સંઘાત અને ભેદની અપેક્ષાએ પરિવર્તન થયા કરે છે. તેમ છતાં સંપૂર્ણ જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયમાં એક પણ પ્રદેશની હાનિ-વૃદ્ધિ થતી નથી અર્થાત્ સર્વ જીવોના આત્મપ્રદેશો તથા સર્વ સ્કંધોના પ્રદેશો અને પરમાણુ પુદ્ગલ લોકમાં નિશ્ચિત છે તેની સંખ્યા હંમેશાં તેટલી જ રહે છે. તેથી તે બંને અસ્તિકાયના પ્રદેશો પણ કૃતયુગ્મ છે. છ દ્રવ્યોનું દ્રવ્ય અને પ્રદેશથી અલ્પબહુત્વ :
९ एएसि णं भंते! धम्मत्थिकाय अधम्मत्थिकाय जाव अद्धासमयाणं दव्वट्टयाए, पुच्छा? गोयमा ! एएसि णं अप्पाबहुगं जहा बहुवत्तव्वयाए तहेव णिरवसेसं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ અહ્વાસમય, તેમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા બહુવક્તવ્યતા પદ અનુસાર આ સર્વનું અલ્પબહુત્વ જાણવું.
વિવેચનઃ
પ્રજ્ઞાપના સૂત્રાનુસાર તેનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે– દ્રવ્યથી– ધર્માસ્તિકાય આદિ ત્રણે દ્રવ્ય એક એક દ્રવ્ય રૂપ હોવાથી દ્રવ્યાર્થ રૂપે પરસ્પર તુલ્ય છે અને સર્વથી અલ્પ છે. તેનાથી જીવાસ્તિકાય દ્રવ્યો અનંતગુણા છે. તેનાથી પુદ્ગલાસ્તિકાય અને અહ્વાસમય ઉત્તરોત્તર અનંતગુણા છે.
પ્રદેશથી ઃ— ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાત છે, સર્વથી થોડા છે અને પરસ્પર તુલ્ય છે. તેનાથી જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અહ્રાસમય અને આકાશસ્તિકાયના પ્રદેશો ઉત્તરોત્તર અનંતગુણા છે.