________________
શતક-૨૫: ઉદ્દેશક-૪
[ ૨૩૭]
અપેક્ષાએ કર્યું છે.
વનસ્પતિકાયિક જીવોને અને સિદ્ધોને છોડીને શેષ સર્વ દંડકના જીવો અસંખ્યાતા છે. તેમાં જન્મ-મરણની અપેક્ષાએ વધઘટ થયા કરે છે તેથી તે સર્વ જીવોમાં કયુગ્મ આદિ ચારે યુમરાશિ પ્રાપ્ત થાય છે. વનસ્પતિકાયિક જીવો અનંત છે. તે સ્વાભાવિક રૂપે કૃતયુગ્મ જ હોય છે. તેમ છતાં બીજી ગતિમાંથી આવીને વનસ્પતિમાં એક, બે ઇત્યાદિ જીવો ઉત્પન્ન થાય છે, તેથી તે જીવો કૃતયુગ્મ આદિ ચારે રાશિરૂપ હોય છે. સર્વ જીવો મરણની અપેક્ષાએ પણ કૃતયુગ્માદિ ચારે રાશિરૂપ હોય છે. પરંતુ, તેની અહીં વિવક્ષા નથી. સિદ્ધ જીવો અનંત છે. તેમાં પણ સિદ્ધ થવાની અપેક્ષાએ ચારે રાશિ સંભવિત છે. છ દ્રવ્યમાં દ્રવ્ય અને પ્રદેશથી કૃતયુગ્માદિ - |४ कइविहाणं भंते ! सव्वदव्वा पण्णता? गोयमा !छविहा सव्वदव्वा पण्णत्ता,तं जहा-धम्मत्थिकाए अधम्मत्थिकाए जावअद्धासमए । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! સર્વદ્રવ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! સર્વદ્રવ્યના છ પ્રકાર છે, યથા– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ અદ્ધાસમય-કાલ. | ५ धम्मत्थिकाए णं भंते ! दव्वट्ठयाए किं कडजुम्मे जावकलिओगे? गोयमा !णो कडजुम्मे,णोतेयोए,णोदावरजुम्मे,कलिओगे। एवं अहम्मत्थिकाएवि,एवंआगासत्थिकाए વિલા ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય, દ્રવ્યથી શું કતયુગ્મ યાવત કલ્યોજરૂપ છે? ઉત્તર- હે ગૌતમ! ધર્માસ્તિકાય, દ્રવ્યથી કૃતયુગ્મ નથી, વ્યોજ નથી અને દ્વાપરયુગ્મ પણ નથી, પરંતુ કલ્યોજ રૂપે છે. આ રીતે અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય પણ જાણવા જોઈએ. |६ जीवत्थिकाए णं भंते ! पुच्छा? गोयमा ! कडजुम्मे, णो तेओए, णो दावरजुम्मे, णो कलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાય, દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! જીવાસ્તિકાય, દ્રવ્યથી કૃતયુગ્મ છે પરંતુ વ્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. |७ पोग्गलत्थिकाए णं भंते !पुच्छा? गोयमा ! सिय कडजुम्मे जावसिय कलिओगे। अद्धासमए जहा जीवत्थिकाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાય, દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ યાવતુ કદાચિત્ કલ્યોજ પણ હોય છે. અદ્ધાસમયનું કથન જીવાસ્તિકાયની સમાન છે.
८ धम्मत्थिकाए णं भंते ! पएसट्ठयाए किं कडजुम्मे, पुच्छा? गोयमा !कडजुम्मे, णो तेओए, णोदावरजुम्मे, णो कलिओगे। एवं जावअद्धासमए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય, પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે