________________
૨૩૬
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપ: ઉદ્દેશક-૪
યુગ્મ
જીવોમાં કૃતયુગ્માદિઃ| १ कइ णं भंते ! जुम्मा पण्णत्ता ? गोयमा ! चत्तारि जुम्मा पण्णत्ता,तं जहाकडजुम्मे जावकलिओगे। सेकेणटेणंभंते! एवं कुच्चइ ? गोयमा !एवंजहा अट्ठारसमसए चउत्थे उद्देसए तहेव जावसे तेणटेणं गोयमा ! एवं वुच्चइ।। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! યુગ્મ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! યુગ્મ(રાશિ)ના ચાર પ્રકાર છે, યથા– કૃતયુગ્મ યાવત કલ્યોજ. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ચાર યુગ્મ છે? ઉત્તર-હે ગૌતમ! શતક–૧૮૪ અનુસાર તે યુગ્મોના અર્થ જાણવા યાવત્ તે કારણે હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે. | २ रइयाणं भंते !कइ जुम्मा पण्णत्ता? गोयमा ! चत्तारि जुम्मा पण्णत्ता,तंजहाकडजुम्मे जावकलिओगे। सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा ! अट्ठोतहेव । एवं जाववाउकाइयाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાં કેટલા યુગ્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ચાર યુમ છે, યથા– કૃતયુગ્મ યાવત કલ્યો. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકોમાં ચાર યુગ્મ છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ (શતક–૧૮૪ પ્રમાણે) જાણવું. આ જ રીતે વાત વાયુકાયિક જીવો પર્યત જાણવું. | ३ वणस्सइकाइयाणं भंते ! पृच्छा? गोयमा !वणस्सइकाइया सिय कडजुम्मा, सिय तेओगा,सियदावरजुम्मा,सिय कलिओगा। सेकेणटेणं भंते !एवंकुच्चइ-वणस्सइकाइया जावकलिओगा?गोयमा !उववायंपडुच्च । सेतेणटेणतचेव । बेदियाणजहाणेरइयाण। एवं जाववेमाणियाणं, सिद्धाणं जहा वणस्सइकाइयाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવોમાં કેટલા યુગ્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ! વનસ્પતિકાયિક જીવો કદાચિત્ કૃતયુગ્મ કદાચિત્ સ્ત્રોજ, કદાચિત્ દ્વાપરયુગ્મ અને કદાચિત્ કલ્યોજ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વનસ્પતિકાયિક જીવો કૃતયુગ્મ વાવનું કલ્યોજ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપપાત (જન્મ)ની અપેક્ષાએ આ પ્રમાણે કહ્યું છે કે વનસ્પતિકાયિક જીવો કૃતયુગ્મ થાવત કલ્યોજ હોય છે. બેઇન્દ્રિયોનું કથન નૈરયિકોની સમાન જાણવું. આ જ રીતે વૈમાનિકો પર્યત જાણવું. સિદ્ધોનું કથન વનસ્પતિકાયિક જીવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોની અને સિદ્ધ જીવોની રાશિનું કથન ચાર પ્રકારના યુમની