________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
| ૨૩૫ |
વર્ણાદિનું કથન છે. તેના શરીર પ્રમાણે વર્ણાદિમાં પરિવર્તન થાય છે. તેથી તેમાં કોઈપણ એક યુગ્મ હોય છે. જ્ઞાનાદિ પર્યાયોમાં કૃતયુગ્માદિ – મતિજ્ઞાનાદિના અનંત પર્યવો છે. એક જીવની અપેક્ષાએ કોઈપણ એક યુગ્મ, અનેક જીવોની અપેક્ષાએ ઓઘાદેશથી એક યુગ્મ, વિધાનાદેશથી ચારે યુગ્મ હોય છે. કેવલજ્ઞાન દર્શનના પર્યવો અનંત છે. તે ક્ષાયિક જ્ઞાન હોવાથી તેના પર્યવો એક સમાન હોય છે. તેમાં પરિવર્તન થતું નથી. તેથી તે પર્યવો કૃતયુગ્મ રૂપ છે. જીવ દ્રવ્યમાં સકપતા-નિષ્કપતા - સંસારી જીવોમાં શૈલેશી અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સર્વ જીવો સકંપ હોય છે. શૈલેશી અવસ્થામાં તે નિષ્કપ હોય છે. સિદ્ધ થવાના પ્રથમ સમયે ગતિક્રિયા થતી હોવાથી અનંતર સિદ્ધ સર્વ સકંપ અને પરંપર સિદ્ધ નિષ્કપ હોય છે.
સંસારી જીવો કયારેક દેશકંપ અને કયારેક સર્વકંપ હોય છે. જ્યારે વિગ્રહગતિમાં ઈલિકાગતિથી જાય ત્યારે દેશકંપ અને દડાની જેમ સર્વાત્મપ્રદેશોથી ઉત્પત્તિ સ્થાનમાં જાય ત્યારે તે સર્વકંપ હોય છે. અન્ય સમયે પણ જીવ કયારેક(શરીર અને અંગોપાંગની અપેક્ષાએ) દેશકંપ હોય છે અને કયારેક સર્વકંપ હોય છે.
આ લોકમાં પરમાણ, દ્ધિપ્રદેશી આદિ અનંત પ્રદેશી અંધ અનંતાનંત છે. તે જ રીતે એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્ય પ્રદેશાવગાઢ સુધી, એક સમયથી લઈને અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા; એક ગુણકાળાથી લઇને અનંતગુણ કાળા સુધીના પગલો અનંતાનંત છે. સૂત્રકારે વિવિધ પ્રકારે તેના અલ્પબહુત્વનું તથા તેમાં કૃતયુગ્મ આદિનું કથન કર્યું છે. પુદ્ગલ દ્રવ્યમાં સાદ્ધ-અનÁ :- પરમાણુ પુદ્ગલ, ત્રિપ્રદેશી, પંચપ્રદેશી આદિ વિષમ સંખ્યક(એકી સંખ્યક) પુદ્ગલોના સમાન ભાગ થતા નથી, તેથી તે અનóછે અને દ્ધિપ્રદેશી, ચતુષ્પદેશી આદિ સમસંખ્યક પુદ્ગલો સાદ્ધ છે. પુદ્ગલ દ્રવ્યમાં સકપતા નિષ્કપતા - પરમાણુ પુદ્ગલ અપ્રદેશી છે. તેમાં સકંપ અથવા નિષ્કપ બેમાંથી કોઈપણ એક અવસ્થા હોય છે. દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં કયારેક એક ભાગમાં, કયારેક સર્વ ભાગમાં કંપન થાય છે અને કયારેક તનિષ્કપ હોય છે તેથી તે સર્વધોમાં સર્વકંપ, દશકંપ અને નિષ્કપ, આ ત્રણ અવસ્થામાંથી કોઈપણ અવસ્થા સંભવે છે. પુદ્ગલ દ્રવ્યમાં સર્વકંપ કે દેશકંપની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની અને નિષ્કપની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાલની હોય છે. બહુવચનની અપેક્ષાએ પરમાણુ અને સ્કંધોમાં સકંપ અને નિષ્કપ બંને અવસ્થા શાશ્વત છે. સકપનિષ્કપનું અંતર - સકંપતાનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાલનું છે અને નિષ્કપતાનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું છે. સુચક પ્રદેશ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આઠ-આઠ રુચક પ્રદેશ-મધ્યપ્રદેશ છે. જે આઠ આકાશપ્રદેશ પર રહે છે, દરેક જીવના પણ આઠ રુચકપ્રદેશ હોય છે, તે શરીરની અપેક્ષાએ સંકોચ અને વિસ્તાર થતો હોવાથી ક્યારેક એક,બે,ત્રણ,ચાર, પાંચ કે છ પ્રદેશ પર પણ રહે છે. તથા પ્રકારના સ્વભાવે તે સાત આકાશપ્રદેશ પર રહેતા નથી. પુદ્ગલ સ્કંધ જોડાતા વિખેરાતા રહે છે, તેથી તેના ચકપ્રદેશનું કથન નથી.