________________
૨૩૪
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપઃ ઉદ્દેશક-૪| RORRED સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં વિવિધ પ્રકારે કૃતયુગ્મ આદિ ચાર યુગ્મ અને પરમાણુ આદિમાં સકંપતા, નિષ્કપતા તથા તેના અલ્પબદુત્વનું કથન છે.
જેની સંખ્યા નિયત હોય, જે રાશિમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન થતું ન હોય અને જે રાશિ આઠમા અનંતમાં સમાવેશ પામે તે રાશિ કૃતયુગ્મ જ હોય છે. જેમ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના પ્રદેશો. જેની સંખ્યામાં વધઘટ થતી હોય તેમાં ચારમાંથી કોઈપણ યુગ્મરાશિ ઘટિત થાય છે. જેમ કે ૨૪ દંડકના જીવો. છ દ્રવ્યમાં કૃતયુગ્મ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે ત્રણે એક દ્રવ્ય રૂપ હોવાથી કલ્યોજ છે. જીવાસ્તિકાય અને અદ્રાસમય કાલ નિયત અનંત દ્રવ્ય રૂપ હોવાથી કૃતયુગ્મ છે. પગલાસ્તિકાય અનંત દ્રવ્ય રૂપ છે. તે ચારમાંથી કોઈપણ યુગ્મ રૂપ છે.
પ્રદેશની અપેક્ષાએ સર્વ દ્રવ્ય કતયુગ્મ છે. કારણ કે પ્રત્યેક દ્રવ્યના પ્રદેશો નિયત રૂપે અસંખ્યાત કે અનંત છે છ દ્રવ્યની અવગાઢતામાં કુતયુગ્માદિ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોક પ્રમાણ; આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ; જીવ અને પુદ્ગલ પણ લોકમાં જ હોવાથી તેનું અવગાઢ ક્ષેત્ર લોક પ્રમાણ અને અદ્ધાસમય (વ્યવહાર કાલ) અઢી દ્વીપ પ્રમાણ અવગાઢ છે. તે પ્રત્યેકના સ્થાન નિયત છે તેથી તે દ્રવ્ય અને પ્રદેશના અવગાઢ ક્ષેત્ર કયુમ્મરૂપ છે. રત્નપ્રભા આદિ સાત નરક પૃથ્વી, ૧૨ દેવલોક, ઈષતુપ્રભારા પૃથ્વી આદિ સ્થાનો પણ શાશ્વત હોવાથી નિશ્ચિત પ્રદેશાવગાઢ છે તેથી તેના અવગાઢ પ્રદેશો પણ કૃતયુગ્મ છે. જીવ દ્રવ્યમાં કુતયુગ્માદિ :- એક જીવ કલ્યોજ છે. અનેક સ્વતંત્ર જીવોની અપેક્ષાએ અનેક કલ્યો અને સમ્મિલિત અપેક્ષાએ અનંત જીવરાશિ નિયત હોવાથી કતયુગ્મ છે. આ સ્વતંત્ર અને સમ્મિલિત અપેક્ષાઓ માટે શાસ્ત્રકારે વિધાનાદેશ અને ઓવાદેશ શબ્દપ્રયોગ કર્યો છે. ઓઘાદેશમાં– સમુચ્ચય રૂપે સર્વ જીવોનું કથન થાય અને વિધાનાદેશમાં– સ્વતંત્ર રૂપે એક-એક જીવોનું કથન થાય છે. જીવ દ્રવ્યની અવગાઢતામાં કતયુગ્માદિ -એક જીવના આત્મપ્રદેશો કૃતયુગ્મ છે પરંતુ તેની અવગાહના શરીર પ્રમાણ હોય છે. શરીરની અવગાહના અનુસાર એક જીવના અવગાઢ પ્રદેશો કોઈપણ એક યુગ્મ રૂપ હોય છે. જીવ દ્રવ્યની સ્થિતિમાં કતયુગ્માદિ :- એક કે અનેક જીવો ઓઘાદેશ અને વિધાનાદેશથી કુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. કારણ કે જીવની સ્થિતિ ત્રિકાલ શાશ્વત છે. નૈરયિક આદિ ૨૪ દંડકના એક જીવોમાં કોઈપણ એક યુગ્મ, અનેક જીવોમાં ઓઘાદેશથી કોઈપણ એક યુગ્મ અને વિધાનાદેશથી ચારે યુગ્મરૂપ હોય છે. જીવ દ્રવ્યની વર્ણાદિ પર્યાયોમાં કૃતયુગ્માદિ – જીવ અરૂપી છે પરંતુ તેના શરીરની અપેક્ષાએ તેમાં