________________
૨૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૫
६६ एएसिणंभंते !जीवाणं, पोग्गलाणं जावसव्वपज्जवाण यकयरेकयरहितोअप्पावा बहुयावातुल्लावाविसेसाहियावा? गोयमा !जहा बहुवत्तव्वयाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ અને પુદ્ગલ યાવતું સર્વ પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા “બહુવક્તવ્યતા પદ' અનુસાર જાણવું.
६७ एएसि णं भंते! जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं अबंधगाणं, पुच्छा? गोयमा! जहा बहुवत्तव्वयाए जाव आउयस्स कम्मस्स अबंधगा विसेसाहिया ॥ सेवं મતે સેવા મેતે !! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આયુષ્ય કર્મના બંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા બહુવક્તવ્યતા પદ અનુસાર થાવતુ આયુષ્યકર્મના અબંધક જીવો વિશેષાધિક છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રોમાં ગતિ આદિના અલ્પબદુત્વનું વર્ણન છે. તેના વિસ્તાર માટે પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા બહુવક્તવ્યતા નામના પદનું સૂચન છે. પાંચગતિને અલ્પબદુત્વઃ- સર્વથી થોડા મનુષ્યો છે, તેનાથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી સિદ્ધો અનંતગુણા છે, તેનાથી તિર્યંચો અનંતગુણા છે. આઠ ગતિને અલ્પબહત્વઃ- નરક ગતિ, તિર્યચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવી અને સિદ્ધ, આ આઠ ગતિ છે. તેનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે–(૧) સર્વથી થોડી મનુષ્યાણી છે (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી નૈરિયકો અસંખ્યાતગુણા છે (૪) તેનાથી તિર્યંચાણી અસંખ્યાત ગુણી છે (૫) તેનાથી દેવો અસંખ્યાતગુણા છે (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી છે (૭) તેનાથી સિદ્ધો અનંતગુણા છે (૮) તેનાથી તિર્યંચો અનંતગુણા છે. સાઇકિય આદિન અ૫બહત્વ:- (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે, (૨) તેનાથી ચૌરેન્દ્રિય જીવો વિશેષાધિક છે. (૩) તેનાથી તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૪) તેનાથી બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૫) તેનાથી એકેન્દ્રિય જીવો અનંતગુણા છે, (૬) તેનાથી સઇન્દ્રિય વિશેષાધિક છે. સાયિક જીવોન અલ્પબહત્વ :- (૧) સર્વથી થોડા ત્રસકાયિક જીવો છે, (૨) તેનાથી તેજસ્કાયિક જીવો અસંખ્યાતગુણા છે, (૩,૪,૫) તેનાથી પૃથ્વી, પાણી, વાયુકાયિક જીવો ઉત્તરોત્તર વિશેષાધિક છે, (૬) તેનાથી વનસ્પતિકાયિક જીવો અનંતગુણા છે, (૭) તેનાથી સકાયિક જીવો વિશેષાધિક છે. જીવ, ૫ગલ આદિન અલ્પબહત્વ :- (૧) સર્વથી થોડા જીવો છે, (૨) તેનાથી પુદ્ગલો અનંતગુણા છે, (૩) તેનાથી અદ્ધાસમયો અનંતગુણા છે, (૪) તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે, (૫) તેનાથી સર્વ પ્રદેશો અનંતગુણા છે અને (૬) તેનાથી સર્વ પર્યાયો અનંતગુણા છે. આયુષ્ય કર્મ બંધક આદિ ૧૪ બોલોન અલ્પબહુત :- અહીં (૧) આયુષ્યકર્મ બંધક જીવો, (૨) અબંધક જીવો, (૩) પર્યાપ્ત, (૪) અપર્યાપ્ત, (૫) સુખ (૬) જાગૃત, (૭) સમવહત (૮) અસમવહત,