________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩ _
૨૩૧]
जहा-आयारो जावदिट्ठिवाओ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ગણિપિટકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ગણિપિટક બાર અંગ રૂપ છે. યથા- આચારાંગ યાવત્ દષ્ટિવાદ. ६३ से किंतंआयारो? आयारेणंसमणाणं णिग्गंथाणं आयास्गोयस्वेणइय सिक्खा भसाअभासा-चरण-करण-जाया माया वित्तीओ आघविज्जति; एवं अंगपरूवणाणिरवसेसं भाणियव्वा जहा णदीए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આચારાંગ કોને કહે છે? અર્થાત્ આચારાંગ સૂત્રમાં શેનું વર્ણન છે? ઉત્તર- હે ગૌતમ! આચારાંગ સૂત્રમાં શ્રમણ નિગ્રંથોનો આચાર, ગૌચરીની વિધિ, વિનયશિક્ષા, ભાષાઅભાષા વિવેક, ચરણસિત્તેરી, કરણસિત્તેરી, સંયમયાત્રા, આહાર માત્રા, આદિ ચારિત્ર ધર્મની પ્રરૂપણા કરી છે. આ રીતે આચારાંગ આદિ સર્વ અંગ સૂત્રોનું પરિચયાત્મક વર્ણન નંદી સૂત્રાનુસાર જાણવું. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રોમાં દ્વાદશાંગીનો પરિચય છે. તેનું વિસ્તૃત વર્ણન નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં છે. ગણિપિટક - ગણિ અર્થાત્ આચાર્યને માટે જે પિટક-પેટી અર્થાત્ મંજૂષા સમાન હોય, તેને ગણિપિટક કહે છે. આચારાંગ આદિ બાર અંગશાસ્ત્રો આચાર્યો માટે જ્ઞાન મંજૂષા રૂપ છે. વિસ્તૃત વર્ણન માટે જુઓ નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્ર. ગતિ આદિનું અલ્પબદુત્વઃ६४ एएसि णं भंते ! णेरइयाणं जाव देवाणं, सिद्धाण य पंचगइसमासेणं कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा? गोयमा ! अप्पाबहुय जहा बहुवत्तव्वयाए, अट्ठगइसमास अप्पाबहुगच । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક યાવતુ દેવ અને સિદ્ધ, આ પાંચ ગતિના જીવોમાં કયા જીવો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના બહુવક્તવ્યતા નામના ત્રીજા પદ અનુસાર આ પાંચ ગતિ સાપેક્ષ અલ્પબદુત્વ છે તથા ત્યાં આઠ ગતિના જીવોની અપેક્ષાએ અલ્પબદુત્વ છે; ત્યાં સુધીનું અલ્પબદુત્વ અહીં પણ જાણવું જોઈએ. ६५ एएसिणं भंते ! सइंदियाणं, एगिदियाणं जाव अणिंदियाण य कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा? गोयमा ! जहा बहुवत्तव्वयाए तहेव ओहियं पयं भाणियव्व, सकाइयअप्पाबहुगतहेव ओहिय भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય, એકેન્દ્રિય યાવત અનિષ્ક્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સુત્રના ત્રીજા બહુ વક્તવ્યતા પદના સઇન્દ્રિય આદિનું ઔદિક અલ્પબદુત્વ અહીં જાણવું જોઈએ. સકાયિક જીવોનું પણ ઔધિક અલ્પબદુત્વ ત્રીજા પદ અનુસાર કહેવું જોઈએ.