________________
| ૨૩૦
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું પરમાણુ યુગલની ગતિ આકાશ પ્રદેશોની શ્રેણી અનુસાર હોય છે કે આકાશ પ્રદેશોની શ્રેણીથી વિપરીત ગતિ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! પરમાણુ યુગલની ગતિ અનુશ્રેણી હોય છે. વિશ્રેણીથી ગતિ થતી નથી. ५९ दुपएसियाणं भंते ! खंधाणं अणुसेढिं गई पवत्तइ, विसेढिं गई पवत्तइ? गोयमा ! एवं चेव । एवं जाव अणंतपएसियाणं खंधाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશી ઢંધની ગતિ શું અનુશ્રેણીથી હોય છે કે વિશ્રેણીથી હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ છે. આ જ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્વતની ગતિ અનુશ્રેણી હોય છે. ६० रइयाणं भंते! किं अणुसेढिं गई पवत्तइ, विसेढिं गई पवत्तइ ? गोयमा! एवं चेव। एवं जाववेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકની ગતિ શું અનુશ્રેણીથી થાય છે કે વિશ્રેણીથી ? ઉત્તરહે ગૌતમ! પૂર્વવતુ છે. આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવ અને પુદ્ગલ દ્રવ્યની સ્વાભાવિક ગતિનું કથન કર્યું છે. છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ દ્રવ્ય ગતિશીલ છે. તે જ્યારે જ્યારે ગતિ કરે છે ત્યારે સૂત્રોક્ત કોઈપણ પ્રકારની એક ગતિથી ગતિ કરે, પરંતુ તે પૂર્વ-પશ્ચિમ આદિ શ્રેણી અનુસાર જ ગતિ કરે છે. શ્રેણીથી વિપરીત અર્થાતુ વિશ્રેણીથી ગતિ કરતા નથી. શ્રેણી-અનશ્રેણી-વિશ્રેણી :- શ્રેણીનો અર્થ છે પંક્તિ. આકાશ પ્રદેશોની શ્રેણી બે પ્રકારે થાય છે. (૧)
લોકમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, ઊર્ધ્વ-અઘોદિશામાં પંક્તિ રૂપે અનુશ્રેણી
વિશ્રેણી
આકાશ પ્રદેશો ગોઠવાયેલા છે, તેને અનુશ્રેણી કહે છે. (૨) તે પ્રદેશોની
વિદિશાથી પણ પંક્તિઓ(શ્રેણીઓ) કલ્પી શકાય છે, તેને વિશ્રેણી TTTTTT
કહે છે. જીવ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ અનુશ્રેણીમાં થાય છે
અને પર પ્રયોગથી પુદ્ગલની વિશ્રેણી ગતિ પણ થાય છે પરંતુ અહીં ETTE
સ્વાભાવિક ગતિની અપેક્ષાએ જ કથન છે. જીવોના આવાસ સ્થાન :६१ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णता? गोयमा !तीसणिरयावाससयसहस्सापण्णत्ता। एवंजहा पढमसएपंचमुद्देसए जावअणुत्तरविमाण त्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસો હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રીસ લાખ નરકાવાસો હોય છે. આ રીતે પ્રથમ શતકના પાંચમા ઉદ્દેશક અનુસાર યાવત અત્તર વિમાન પર્યત વિમાનોની સંખ્યા જાણવી. દ્વાદશાંગ ગણિપિટક - ६२ कइविहे णं भंते ! गणिपिडए पण्णत्ते? गोयमा !दुवालसंगेगणिपिडए पण्णत्ते,तं
/
<
X