________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
૨૨૯
- એકતોવક્રા. એક વળાંકવાળી ગતિ. આકાશપ્રદેશની શ્રેણીઓ તાણા-વાણાની જેમ આડી અને ઊભી સીધી-જુ જ હોય છે. તે શ્રેણીઓમાં કોઈ વળાંક હોતા નથી. આ માર્ગે ગમન કરતાં જીવ અને પુદ્ગલ વળાંક લે તે અપેક્ષાએ શ્રેણીને વક્ર કહેવામાં આવે છે. એકતોવક્રા શ્રેણી એટલે જીવ અને પુદ્ગલની એક વળાંકવાળી ગતિનો માર્ગ. જીવ અને પુદ્ગલ એક શ્રેણી પર ઋજુગતિએ એક દિશામાં ગમન કરતા જ્યારે બીજી શ્રેણી પર અન્ય દિશામાં જાય ત્યારે તેને વળાંક લેવો પડે છે અને તે માર્ગને એકતોષકા શ્રેણી કહે છે. જેમ કે કોઈ જીવ કે પુદ્ગલને અધોસ્થાનના પૂર્વભાગમાંથી ઊર્ધ્વ સ્થાનના પશ્ચિમ- ભાગમાં જવાનું હોય ત્યારે તે પ્રથમ સમયે ઊર્ધ્વ સ્થાનની પૂર્વદિશામાં ઋજુગતિથી પહોંચે અને ત્યાંથી બીજા સમયે વળાંક લઈ પશ્ચિમ દિશામાં જાય. એક વળાંકવાળી ગતિમાં બે સમય થાય છે. (૩) કુ -દ્વિતોવક્રા. જીવ અને પુગલબે વળાંક લઈ ગતિ કરે તે માર્ગને દ્વિતોવક્રા શ્રેણી કહે છે. જેમ કે કોઈ જીવ કે પુદગલ ઊર્ધ્વસ્થાનના વાયવ્યકોણમાંથી અધોસ્થાનના અગ્નિકોણમાં જાય ત્યારે તે પ્રથમ સમયે વાયવ્યકોણથી તિરછી ગતિ કરી નૈઋત્ય તરફ જાય છે. ત્યાં વળાંક લઈ બીજા સમયે અગ્નિ તરફ જાય અને ત્યાં વળાંક લઈ ત્રીજા સમયે અધોસ્થાનના અગ્નિકોણમાં પહોંચે છે. બે વળાંકવાળી ગતિમાં ત્રણ સમય વ્યતીત થાય છે. આ શ્રેણી ત્રસનાડી, સ્થાવરનાડી બંનેમાં હોય છે. (૪) પIોહ- એકતઃખહા. જેની એકબાજુ ત્રસનાડીનું આકાશ અને એક બાજુ અંકુશની જેમ વળાંકવાળી ગતિ-ગમન માર્ગ હોય. જેમ કે કોઈ સ્થાવર જીવ કે પુદ્ગલ ત્રસનાડીની ડાબી બાજુથી ત્રસનાડીમાં પ્રવેશ કરી, બે-ત્રણ વળાંક લઈ નિયત સ્થાને પહોંચે છે. તે ત્રસનાડીની બહારનું આકાશ એટલે સ્થાવર નાડીનું આકાશ એક બાજુ સ્પર્શે છે. તેથી તેને એકતઃખહા કહે છે. તેમાં એકતોવક્રા, દ્વિતોવક્રાની જેમ વળાંકવાળી ગતિ હોય છે. તેમાં બે, ત્રણ કે ચાર સમય થાય છે. ત્રસનાડીના સ્પર્શની અપેક્ષાએ એકતોવક્રા અને દ્વિતોવક્રાથી તે અલગ છે. (6) કુદઉં- દ્વિતઃખહા. કોઈ જીવ કે પુગલ સ્થાવરનાડીમાંથી ત્રસનાડીમાં કોઈપણ એકબાજુથી પ્રવેશ કરી, બે કે ત્રણ વળાંક લઈ ત્રસનાડીની બીજી બાજુ સ્થાવર નાડીમાં રહેલા નિયત સ્થાને પહોંચે છે. ત્યારે આ શ્રેણી (માગ) ત્રસનાડીની બહાર બંને બાજુના આકાશને સ્પર્શે છે. તેથી તેને દ્વિતોખા કહે છે. તેમાં ત્રણ કે ચાર સમય થાય છે. (૬) વ વાત-ચક્રવાલ. ગોળાકાર શ્રેણી. (૭) અરજવાણા- અર્ધચક્રવાલ, અર્ધ ગોળાકાર શ્રેણી. આ સાત શ્રેણીમાંથી અંતિમ બે શ્રેણીથી ઔદારિકાદિ સ્થૂલ શરીરયુક્ત જીવન અને પરપ્રેરિત પુલની ગતિ થાય છે. પાંચ શ્રેણીથી વાટે વહેતા જીવની અને સ્વાભાવિક રીતે પુદ્ગલની ગતિ થાય છે. પુદ્ગલ અને જીવોની અનુશ્રેણી ગતિ:
५८ परमाणुपोग्गलाणं भंते ! किं अणुसेढिं गई पवत्तइ, विसेदि गई पवत्तइ ? गोयमा ! अणुसेढिं गई पवत्तइ, णो विसेढिं गई पवत्तइ । શબ્દાર્થ - પુડિં-અનુશ્રેણી ગતિ, શ્રેણી અનુસાર ગતિવિહિં વિશ્રેણી ગતિ, આકાશપ્રદેશોની શ્રેણીથી વિપરીત ગતિ, શ્રેણીનું ઉલ્લંઘન કરતી ગતિ.