________________
| ૨૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
તેમાંથી કોઈ કૃતયુગ્મ પ્રદેશી અને કોઈ દ્વાપરયુગ્મ પ્રદેશ છે, તે વ્યોજ કે કલ્યોજ પ્રદેશી નથી. ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓ કતયુગ્મ પ્રદેશ છે. તે ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશી નથી.
અલોકાકાશની શ્રેણીઓના પ્રદેશોમાં કૃતયુગ્મ આદિ ચારે ભેદ પ્રાપ્ત થાય છે. તે લોક અને લોકના દંતાકાર ખૂણાઓના કારણથી થાય છે. પ્રકારાન્તરથી શ્રેણીઓના ભેદઃ५७ कइणं भंते! सेढीओ पण्णत्ताओ?
સાત શ્રેરી गोयमा!सत्तसेढीओ पण्णत्ताओ,तंजहाउज्जआयया, एगओवंका, दुहओवंका, एगओखहा, दुहओखहा, चक्कवाला, अद्धचक्कवाला। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રેણીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! શ્રેણીઓના સાત પ્રકાર છે. યથા– (૧) ઋજુઆયતા, (૨) એકતોવક્રા, (૩) ઉભયતોવક્રા (૪) એકતઃખા, (૫) ઉભયતઃખા, (૬) ચક્રવાલ અને (૭) અર્ધ ચક્રવાલ. વિવેચન :તેઢીઓ = શ્રેણીઓ. જીવ અને પુદ્ગલનું સ્વાભાવિક ગમન આકાશ પ્રદેશની પંક્તિ અનુસાર થાય છે. જીવ અને પુગલની ગતિના માધ્યમરૂપ આ આકાશપ્રદેશની પંક્તિઓને શ્રેણિ કહે છે. તે શ્રેણીઓ તાણા-વાણાની જેમ આખા લોકમાં વ્યાપ્ત છે. જીવ અને પુદ્ગલની આ સ્વાભાવિક ગતિ અને પરપ્રેરિત ગતિના આધારે પ્રસ્તુતમાં સાતશ્રેણી નિર્દિષ્ટ છે. () ૩નુશાયતા-ઋજુઆયતા.વળાંક રહિત સીધી ગતિ. જીવ અને પુગલ ઊર્ધ્વલોકથી અધોલોક, અધોલોકથી ઊર્ધ્વલોકમાં, પૂર્વથી પશ્ચિમ આદિ દિશામાં ગમન કરતાં એક પણ વળાંક ન લેતાં સમરેખામાં ગતિ કરે તે માર્ગને ઋજુઆયતા શ્રેણિ કહે છે. તેમાં એક જ સમય થાય છે. આકૃતિની નોધઃ (૧) ઋગ્વાયતા શ્રેણી (૨) એકતો વક્રા શ્રેણી (૩) દ્વિતો વક્રા શ્રેણી (૪) એકતઃ ખહા શ્રેણી (૫) દ્વિતઃ ખહા શ્રેણી (૬) ચક્રવાલ શ્રેણી (૭) અર્ધ ચક્રવાલ શ્રેણી
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
---