________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
.
[ ૨૨૭]
ભાવાર્થ:- પ્રહન- હે ભગવન્! આકાશની શ્રેણીઓ દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! તે કતયુગ્મ છે પરંતુ યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. આ જ રીતે ઊર્ધ્વ-અધો શ્રેણીઓના વિષયમાં જાણવું જોઈએ. લોકાકાશની શ્રેણીઓ અને અલોકાકાશની શ્રેણીઓ પણ આ જ રીતે કૃતયુગ્મ છે. ५३ सेढीओ णं भंते ! पएसट्टयाए किं कडजुम्माओ, पुच्छा? गोयमा ! एवं चेव । एव जावउड्डमहाययाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રેણીઓ પ્રદેશથી (એટલે શ્રેણીઓના પ્રદેશ) શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ યાવત્ ઊર્ધ્વ-અધો લાંબી શ્રેણીઓ પણ તે જ પ્રમાણે કૃતયુગ્મ છે. ५४ लोगागाससेढीओणं भंते ! पएसट्टयाए, पुच्छा? गोयमा ! सिय कडजुम्माओ, णोतेओयाओ, सियदावरजुम्माओ, णो कालिओगाओ। एवं पाईणपडीणाययाओ वि, दाहिणुत्तराययाओ वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ કતયુગ્મ છે, વ્યોજ નથી, કદાચિત્ દ્વાપરયુગ્મ છે, કલ્યોજ નથી. આ રીતે જ પૂર્વ-પશ્ચિમ લાંબી તથા દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણીઓ પણ કૃતયુગ્મ અને દ્વાપરયુગ્મ છે. |५५ उड्ढमहाययाओणं भते ! सेढीओपएसट्ठयाए, पुच्छा? गोयमा ! कडजुम्माओ, णोतेओयाओ, णो दावरजुम्माओ, णो कलिओगाओ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તે કૃતયુગ્મ છે પરંતુ યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી ५६ अलोगागाससेढीओणं भंते ! पएसट्टयाए, पुच्छा? गोयमा !सिय कडजुम्माओ जावसिय कलिओगाओ। एवं पाईणपडीणाययाओवि । एवं दाहिणुत्तराययाओ वि। उड्डमहाययाओ वि एवं चेव। णवरंणो कलिओगाओ। सेसंतंचेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અલોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી શું કતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત કૃતયુગ્મ છે યાવતુ કદાચિત કલ્યોજ છે. આ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી તથા દક્ષિણ-ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ-અધો લાંબી શ્રેણીઓ કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ છે પરંતુ તે કલ્યો નથી. શેષ પૂર્વવત્ છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યથી અને પ્રદેશથી શ્રેણીઓમાં કૃતયુગ્મ આદિ ભાવોની પ્રરૂપણા કરી છે. દ્રવ્યથી :- સામાન્ય શ્રેણીઓ, લોકાકાશની શ્રેણીઓ અને અલોકાકાશની શ્રેણીઓ, તે સર્વ શ્રેણીઓની સંખ્યા સ્વભાવિક રીતે દ્રવ્યથી કૃતયુગ્મ છે. શેષ ત્રણ ભંગ નથી. પ્રદેશથી :- સામાન્ય શ્રેણીઓની પ્રદેશ સંખ્યા સ્વભાવથી કૃતયુગ્મ જ છે. લોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી કૃતયુગ્મ અને દ્વાપરયુગ્મ છે. કારણ કે રુચક પ્રદેશોથી પ્રારંભ કરીને જે પૂર્વ-દક્ષિણ ગોળાર્ધ છે, તે પશ્ચિમ અને ઉત્તર ગોલાર્ધની સમાન છે, તેથી પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ-ઉત્તર શ્રેણીઓ સમસંખ્યક પ્રદેશી જ છે.