________________
[ ૨૨૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
ગૌતમ ! સાદિ સાંત છે, સાદિ અનંત નથી, અનાદિ સાંત નથી અને અનાદિ અનંત પણ નથી, આ રીતે થાવત્ ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓના વિષયમાં પણ જાણવું જોઈએ. ५१ अलोगागाससेढीओ णं भंते ! किं साइयाओ सपज्जवसियाओ, पुच्छा?
गोयमा!सिय साइयाओसपज्जवसियाओ, सियसाइयाओ अपज्जवसियाओ, सिय अणाइयाओसपज्जवसियाओ, सिय अणाइयाओ अपज्जवसियाओ। पाईणपडीणाययाओ दाहिणुत्तराययाओ य एवं चेव, णवरं- णो साइयाओ सपज्जवसियाओ, सिय साइयाओ अपज्जवसियाओ,सेसंतंचेव । उड्डमहाययाओ जहा ओहियाओतहेव चउभगो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલોકાકાશની શ્રેણીઓ શું સાદિ-સાંત છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ સાદિ સાંત છે, કદાચિત્ સાદિ અનંત છે, કદાચિત્ અનાદિ સાંત છે અને કદાચિત્ અનાદિ અનંત છે. પૂર્વ-પશ્ચિમ તથા દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણીઓ પણ આ જ પ્રકારે છે. પરંતુ તે સાદિ-સાંત નથી. કદાચિત્ સાદિ અનંત છે. શેષ પૂર્વવત્. ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણીઓના વિષયમાં ઔધિક કથનાનુસાર ચાર બંગ જાણવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સામાન્ય શ્રેણીઓ, લોકાકાશની શ્રેણીઓ અને અલોકાકાશની શ્રેણીઓમાં સાદિ સાંત આદિ ચાર ભંગનું નિરૂપણ કર્યું છે. સામાન્ય શ્રેણીઓ - લોકાકાશ કે અલોકાકાશની વિવક્ષા કર્યા વિના આકાશ દ્રવ્યની છ એ છ દિશાઓની શ્રેણીઓમાં અનાદિ-અનંત એક જ ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ત્રણ ભંગ પ્રાપ્ત થતા નથી કારણ કે આકાશ અનંત છે. લોકાકાશની શ્રેણીઓ :- લોકાકાશની પૂર્વ-પશ્ચિમ લાંબી આદિ પ્રત્યેક શ્રેણી સાદિ-સાંત છે કારણ કે લોકાકાશ પરિમિત ક્ષેત્રપ્રમાણવાળું છે. અલોકાકાશની શ્રેણીઓ :- તેમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે– (૧) અલોક દંતકોની ઉપર-નીચે લોક વિભાગ આવી જવાથી ઊર્ધ્વ-અધો દિશાની શ્રેણીઓ સાદિ સાંત છે. (૨) અલોકાન્તથી (લોકાન્ત સમીપેના અલોકાત્તથી) પ્રારંભ થયેલી અને ચારે તરફ ગયેલી શ્રેણીઓ સાદિ અનંત છે. (૩) લોકાત્તની નિકટ સર્વ શ્રેણીઓનો અંત થવાથી તે અનાદિ સાંત છે. (૪) લોકને સ્પર્શ ન કરતી શ્રેણીઓ અનાદિ અનંત છે.
અલોકમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ લાંબી શ્રેણીઓમાં દિશાઓના પ્રારંભથી તેની આદિ થાય પરંતુ તેનો અંત થતો નથી. તેથી તેમાં સાદિ સાંત તે પ્રથમ ભંગ ઘટિત થતો નથી. શેષ ત્રણ ભંગ ઘટિત થાય છે. ઊર્ધ્વ-અધો દિશાની શ્રેણીઓમાં લોક દંતકના કારણે ચારે ભંગ ઘટિત થાય છે. શ્રેણીઓમાં દ્રવ્ય અને પ્રદેશથી કૃતયુગ્મ આદિ - ५२ सेढीओ णं भंते ! दव्वट्ठयाए किं कडजुम्माओ, पुच्छा? गोयमा ! कडजुम्माओ, णोतेओगाओ, णोदावरजुम्माओ, णो कलिओगाओ। एवं जावउड्ढमहाययाओ। लोगागास सेढीओ एवं चेव । एवं अलोगागाससेढीओ वि ।