________________
૨૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
सिय असंखेज्जाओ, सिय अणंताओ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનુ ! અલોકાકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ શું સંખ્યાત છે ઈત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત છે. ४७ पाईणपडीणाययाओ णं भंते ! अलोगागाससेढीओ पएसट्ठयाए, पुच्छा? गोयमा ! णो संखेज्जाओ, णो असंखेज्जाओ, अणंताओ। एवंदाहिणुत्तराययाओ वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પૂર્વ-પશ્ચિમ લાંબી અલોકાકાશની શ્રેણીઓ શું સંખ્યાત પ્રદેશ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વ પશ્ચિમ લાંબી અલોકાકાશ શ્રેણીઓના પ્રદેશ સંખ્યાત નથી અને અસંખ્યાત પણ નથી પરંતુ અનંત છે. આ રીતે દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણીઓના વિષયમાં પણ જાણવું જોઈએ.
४८ उड्डमहाययाओणंभते ! अलोगागाससेढीओ,पुच्छा?गोयमा !सियसंखेज्जाओ, सिय असंखेज्जाओ,सिय अणताओ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઊર્ધ્વ અને અધો લાંબી અલોકાકાશની શ્રેણીઓ શું સંખ્યાત પ્રદેશ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તે શ્રેણીઓ કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત પ્રદેશી હોય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રદેશની અપેક્ષાએ શ્રેણીઓની વિચારણા કરી છે. આકાશ શ્રેણીના પ્રદેશો :- લોકાકાશ કે અલોકાકાશના વિભાગની વિરક્ષા કર્યા વિના માત્ર આકાશ દ્રવ્યની શ્રેણીઓની વિચારણા કરીએ તો છ એ છ દિશાઓમાં અનંત શ્રેણીઓ છે અને પ્રત્યેક શ્રેણીમાં અનંત પ્રદેશો છે. લોકાકાશની શ્રેણીઓના પ્રદેશો - લોકાકાશમાં અસંખ્યાત શ્રેણીઓ છે. તેમાંથી કેટલીક શ્રેણીઓમાં સંખ્યાત પ્રદેશો છે અને કેટલીક શ્રેણીઓમાં અસંખ્યાત પ્રદેશો છે. લોકાકાશ અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી લોકમાં અનંત પ્રદેશોવાળી એક પણ શ્રેણી નથી.
લોકનો પ્રાંત ભાગ પ્રાયઃ કરવતના દાંતાની સમાન અનેક ખૂણા ધરાવે છે. આ ખૂણાના ભાગમાં પૂર્વાદિ દિશાઓની શ્રેણીઓમાં સંખ્યાત પ્રદેશો હોય છે. તે ખૂણાના ભાગોમાં ઊર્ધ્વ કે અધો દિશામાં અલોક આવી જવાથી ત્યાં ઊર્ધ્વ-અધો દિશા વ્યાપી આકાશ શ્રેણીઓ નથી. આ ખૂણાના ભાગોને છોડીને લોકના મધ્ય ભાગમાં છ એ છ દિશાની શ્રેણીઓમાં અસંખ્યાત પ્રદેશો છે. પાંચમા દેવલોક પાસે, સાતમી નરક પાસે વિગ્રહ કંડકોની શ્રેણીઓમાં અસંખ્યાત પ્રદેશો હોય છે કારણ કે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્ય આકાશ પ્રદેશો હોય છે. અલોકાકાશ શ્રેણીના પ્રદેશોઃ-અલોકાકાશમાં અનંત શ્રેણીઓ છે, તેમાંથી કેટલીક શ્રેણીઓમાં સંખ્યાત, કેટલીક શ્રેણીઓમાં અસંખ્યાત અને કેટલીક શ્રેણીઓમાં અનંત પ્રદેશો છે.
લોક અને અલોકની સીમા સમીપે, જ્યાં લોકનો દતાકાર ભાગ છે ત્યાં અલોકમાં પણ દંતાકાર (ખૂણા) ભાગ બને છે. લોકના ખૂણા અલોકમાં અને અલોકના ખૂણા લોકમાં છે. અલોકના આ ખૂણામાં પૂર્વાદિ