________________
રરર |
શ્રી ભગવતી સત્ર-૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ સંસ્થાન યુક્ત પુદ્ગલ સ્કંધના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં કૃતયુગ્મ આદિની પ્રરૂપણા કરી છે.
પ્રત્યેક યુગલ સ્કંધમાં એક અંશથી લઇને અનંતઅંશ સુધીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે અને તેમાં પરિવર્તન પણ થયા જ કરે છે, તેથી સ્થિતિની જેમ વર્ણાદિ પર્યાયોમાં પણ કૂતયુગ્મ આદિ ચારે રાશિ સંભવિત છે. દ્રવ્યાપેક્ષવા શ્રેણી સંખ્યા:
३९ सेढीओ णं भंते ! दव्वट्ठयाए किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओ? गोयमा! णो संखेज्जाओ, णो असंखेज्जाओ, अणंताओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશ પ્રદેશની શ્રેણીઓ દ્રવ્યથી શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી, અનંત છે. ४० पाईणपडीणाययाओ णं भंते! सेढीओ दव्वट्ठयाए किं संखेज्जाओ, पुच्छा? गोयमा! एवं चेव । एवंदाहिणुत्तराययाओ वि, एवं उड्डमहाययाओ वि। ભાવાર્થ :- ન- હે ભગવન્! પૂર્વ અને પશ્ચિમ લાંબી શ્રેણીઓ દ્રવ્યથી શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું અર્થાત્ તે અનંત છે. આ જ રીતે દક્ષિણ અને ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણીઓના વિષયમાં પણ જાણવું જોઈએ. ४१ लोगागाससेढीओणंभंते !दव्वट्ठयाए किंसंखेज्जाओ, असंखेज्जाओ, अणंताओ? गोयमा !णो संखेज्जाओ, असंखेज्जाओ, णो अणंताओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકાકાશની શ્રેણીઓ દ્રવ્યાપેક્ષયા શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત છે, અનંત નથી. ४२ पाईणपडीणाययाओणं भंते ! लोगागाससेढीओ दव्वट्ठयाए किं संखेज्जाओ, पुच्छा? गोयमा ! एवं चेव । एवं दाहिणुत्तराययाओ वि, एवं उड्डमहाययाओ वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પૂર્વ-પશ્ચિમ લાંબી લોકાકાશની શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ. આ રીતે દક્ષિણ-ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓ પણ અસંખ્યાત છે. ४३ अलोगागाससेढीओ णं भंते ! दव्वट्ठयाए किं संखेज्जाओ, असंखेज्जाओ, अणताओ? गोयमा ! णो संखेज्जाओ, णो असखेज्जाओ, अणताओ । एवं पाईणपडीणाययाओ वि । एवं दाहिणुत्तराययाओ वि । एवं उड्डमहाययाओ वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલોકાકાશની શ્રેણીઓ દ્રવ્યથી શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?