________________
શતક-૨૫: ઉદ્દેશક-૩
| ૨૨૧ |
(૪) ચતુરસ સંસ્થાનની અવગાહનામાં કલ્યોજ, ચોજ અને કૃતયુગ્મ,(૫) આયત સંસ્થાનની અવગાહનામાં ચાર; આ રીતે યુગ્મ રાશિ ઘટિત થાય છે.
પરિમંડલ આદિ સંસ્થાનોમાં પહેલાં એક વચન સંબંધી કથન છે, ત્યાર પછી બહુવચન સંબંધી નિરૂપણ છે. બહુવચનમાં સર્વ સામાન્યરૂપે અને વ્યક્તિગત રૂપે વિચારણા છે. તે બંનેમાં કૃતયુગ્મ આદિનું પરિમાણ સૂત્ર પ્રમાણે સમજવું. સંસ્થાનોની સ્થિતિમાં કૃતયુગ્માદિઃ
३६ परिमंडले णं भंते ! संठाणे किं कडजुम्मसमयठिईए, पुच्छा? गोयमा ! सिय कडजुम्मसमयठिईए जावसिय कलियोगसमयठिईए । एवं जाव आयए।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. ३७ परिमंडला णं भंते ! संठाणा किं कडजुम्मसमयठिईया, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयठिईया जावसिय कलियोगसमयठिईया । विहाणादेसेणं कडजम्मसमय ठिईया वि जावकलियोगसमयठिईया वि। एव जाव आयया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાનો શું કુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવતુ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કલ્યો સમયની સ્થિતિવાળા પણ છે. આ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાંચે સંસ્થાનોથી પરિણત અંધ કેટલો સમય સ્થિત રહી શકે છે તેની વિચારણા એકવચન અને બહુવચનની અપેક્ષાએ કરી છે. પ્રત્યેક સ્કંધોની સ્થિતિ અસંખ્યકાલની છે. તેથી તેમાં કૃતયુમ આદિ ચારે રાશિ ઘટી શકે છે. સંસ્થાનોના વર્ણાદિમાં કૃતયુગ્માદિઃ
३८ परिमंडलेणं भंते ! संठाणे कालवण्णपज्जवेहिं किं कडजुम्मे जाव कलियोगे? गोयमा!सिय कडजुम्मे, एवं एएणं अभिलावेणं जहेव ठिईए। एवंणीलवण्णपज्जवेहि। एवं पंचहिं वण्णेहि,दोहिंगंधेहि,पंचहिं रसेहि,अट्ठहिं फासेहिं जावलुक्खफासपज्जवेहि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાનના કાળા વર્ણાદિ પર્યાયો શું કૃતયુગ્મ છે યાવતું કલ્યોજ છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ કૃતયુગ્મ રૂપ હોય છે ઇત્યાદિ પૂર્વકથિત સ્થિતિના પાઠ અનુસાર સંપૂર્ણ કથન કરવું. આ જ રીતે નીલા વર્ણના પર્યાયો સંબંધી કથન કરવું. આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના વિષયમાં કથન કરવું યાવત્ રૂક્ષ સ્પર્શ પર્યાય પર્યત જાણવું.