________________
| ૨૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉત્તર-હે ગૌતમ!ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે પરંતુ ચોક, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કતયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે, ત્યોજ પ્રદેશાવગાઢ પણ હોય છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે. પરંતુ કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વૃત્ત સંસ્થાનની સમાન ચતુરસ સંસ્થાન પણ જાણવું જોઈએ. ३५ आययाणं भंते ! संठाणा, पुच्छा? गोयमा ! ओघादेसेणं कडजुम्मपएसोगाढा, णोतेयोगपएसोगाढा,णोदावरजुम्मपएसोगाढा, णो कलियोगपएसोगाढा; विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि जावकलियोगपएसोगाढा वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આયત સંસ્થાનો શું કતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર-હે ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે સંસ્થાનોની અવગાહનાના પ્રદેશોમાં કૃતયુગ્મ આદિની વિચારણા કરી છે. સંસ્થાનોના પ્રદેશોની અવગાહનાનું કથન પૂર્વે કર્યું છે. તે પ્રદેશો પરથી તેમાં કૃતયુગ્મ આદિ જાણી શકાય છે. પ્રતર પરિમંડલ સંસ્થાન જઘન્ય વીસ પ્રદેશાવગાહી છે અને ઘન પરિમંડલ સંસ્થાન ચાલીસ પ્રદેશી છે. તેથી તે વીસ કે ચાલીસ બંને કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. વત્ત સંસ્થાનમાં જ પ્રદેશ પ્રતરવૃત્ત પંચપ્રદેશી હોવાથી કલ્યોજ છે. ઓજ પ્રદેશી ઘનવૃત્ત સાતપ્રદેશી હોવાથી વ્યોજ છે. યુગ્મ પ્રદેશ પ્રતરવૃત્ત અને ઘનવૃત્ત ક્રમશઃ બાર અને બત્રીસ પ્રદેશી હોવાથી કૃતયુગ્મ છે. આ રીતે વૃત્ત સંસ્થાનમાં કલ્યોજ, વ્યાજ અને કૃતયુગ્મ તે ત્રણ રાશિ ઘટિત થાય છે. તે દ્વાપર યુગ્મ નથી. ચસ સંસ્થાનમાં જ પ્રદેશ પ્રતર વ્યસ અને ઘન વ્યસ ક્રમશઃ ત્રણ અને પાંત્રીસ પ્રદેશી હોવાથી વ્યોજ છે. યુગ્મ પ્રદેશી પ્રતર વ્યસ છ પ્રદેશી હોવાથી દ્વાપરયુગ્મ, યુગ્મપ્રદેશી ઘન વ્યસ ચાર પ્રદેશી હોવાથી કૃતયુગ્મ છે. આ રીતે વ્યસ સંસ્થાનમાં દ્વાપરયુગ્મ, વ્યાજ અને કૃતયુગ્મ તે ત્રણ રાશિ ઘટિત થાય છે. તે કલ્યોજ નથી. ચતરસ સંસ્થાનમાં જ પ્રદેશ પ્રતર ચતુરસ સંસ્થાન નવ પ્રદેશી હોવાથી કલ્યોજ છે. ઓજ પ્રદેશી ઘનચતુરસ સંસ્થાન ૨૭ પ્રદેશી હોવાથી વ્યોજ છે. યુગ્મ પ્રદેશી પ્રતર ચતુરસ અને ઘન ચતુરસ સંસ્થાન ક્રમશઃ ચાર અને આઠ પ્રદેશી હોવાથી કૃતયુગ્મ છે. આ રીતે તેમાં પણ વૃત્ત સંસ્થાનની જેમ કલ્યોજ, વ્યાજ અને કૃતયુગ્મ તે ત્રણ રાશિ ઘટિત થાય છે. તેમાં દ્વાપરયુગ્મ રાશિ નથી. આયત સંસ્થાનમાં જ પ્રદેશી શ્રેણી આયત અને પ્રતર આયત ક્રમશઃ ત્રણ અને પંદર પ્રદેશી હોવાથી યોજ છે. યુગ્મપ્રદેશી શ્રેણી આયત અને પ્રતર આયત સંસ્થાન ક્રમશઃ બે અને છ પ્રદેશી હોવાથી દ્વાપરયુગ્મ છે. ઓજ પ્રદેશી ઘન આયત ૪૫ પ્રદેશી હોવાથી કલ્યોજ અને યુમપ્રદેશી ઘન આયત બાર પ્રદેશી હોવાથી કૃતયુગ્મ છે. આ રીતે આયત સંસ્થાનની અવગાહનામાં ચારે રાશિ ઘટિત થાય છે. આ રીતે પ્રત્યેક સંસ્થાનની પ્રદેશ રાશિ અનુસાર તેની અવગાહના રાશિ નિશ્ચિત થાય છે.
સંક્ષેપમાં (૧) પરિમંડલ સંસ્થાનની અવગાહનામાં કૃતયુગ્મ; (૨) વૃત્ત સંસ્થાનની અવગાહનામાં કલ્યોજ, ચોજ અને કૃતયુગ્મ, (૩) વ્યસ સંસ્થાનની અવગાહનામાં દ્વાપરયુગ્મ, વ્યોજ અને કૃતયુગ્મ;