________________
૨૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
१४ वट्टाणं भंते! संठाणा किं संखेज्जा, पुच्छा ? गोयमा ! एवं चेव जावआयया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ અનંત છે. આ જ રીતે યાવતું આયત સંસ્થાન સુધી જાણવું. १५ जत्थ णं भंते! एगे वट्टे संठाणे जवमज्झे तत्थ परिमंडला संठाणा, पुच्छा? गोयमा! एवं चेव । वट्टा संठाणा एवं चेव । एवं जाव आयया । एवं एक्केक्केणं संठाणेणं पंच वि चारेयव्वा जाव आयतेणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં યવમધ્ય(લોકમાં) એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ અનંત છે. ત્યાં વૃત્ત સંસ્થાન યાવતુ આયત સંસ્થાન પણ આ જ પ્રકારે અનંત છે. આ રીતે પ્રત્યેક સંસ્થાનની સાથે પાંચે સંસ્થાનોના સંબંધમાં વિચાર કરવો જોઈએ. १६ जत्थ णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए एगे परिमंडले संठाणे जवमझे तत्थ णं परिमंडला संठाणा.किंसंखेज्जा.पच्छा? गोयमा! णो संखेज्जा.णो असंखेज्जा. अणता। वट्टाण भते !संठाणा किंसखेज्जा,पुच्छा? गोयमा ! एवं चेव जाव आयया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! યવમધ્ય-લોકમાં આ રત્નપ્રભા પૃથ્વીમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન છે, ત્યાં અન્ય પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી, અનંત છે. પ્રશ્ન- હે ભગવન્! ત્યાં વૃત્ત સંસ્થાન શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ યાવત્ આયત સંસ્થાન પર્યત જાણવું. १७ जत्थ णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए एगे वट्टे संठाणे जवमज्झे तत्थ णं परिमंडला संठाणा किं संखेज्जा, पुच्छा? गोयमा! णो संखेज्जा, णो असंखेज्जा, अणंता। वट्टा संठाणा एवं चेव, एवं जाव आयया । एवं पुणरवि एक्केक्केणं संठाणेणं पंच विचारेयव्वा जहेव हेछिल्ला जावआयएणं, एवं जाव अहेसत्तमाए, एवं कप्पेसुवि जावईसीपब्भाराए पुढवीए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! યવમધ્ય-લોકમાં આ રત્નપ્રભા પૃથ્વીમાં જ્યાં એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. આ જ રીતે વૃત્ત થાવઆયત સંસ્થાન સુધી જાણવું. અહીં પણ પ્રત્યેક સંસ્થાનની સાથે પાંચે ય સંસ્થાનનું કથન કરવું. તેમજ સાતમી નરક પૃથ્વી, દેવલોક અને સિદ્ધશિલા પર્યત જાણવું. વિવેચન :નવમઃ - જે આકારમાં–સંસ્થાનમાં યવની સમાન ક્રમશઃ હાનિ-વૃદ્ધિ થાય, તેમાં યવમધ્યની ઉપમા ઘટિત થાય છે. અહીં યવમધ્ય ઉપમા છે અને લોક ઉપમેય છે; ઉપમેયમાં ઉપમાનનો ઉપચાર કરી લોકને યવમધ્ય કહ્યો છે. લોકની આકૃતિ પણ યવની જેમ ક્રમશઃ પ્રદેશોની હાનિ-વૃદ્ધિવાળી છે. ઊર્ધ્વલોક