________________
| ૨૦૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
આયત સંસ્થાન ક્રમશઃ પાંચ, ચાર, ત્રણ અને બે પ્રદેશાવગાહી હોય છે. તેથી સર્વથી થોડા પરિમંડલ સંસ્થાન યુક્ત પુગલ દ્રવ્યો છે. તેનાથી વૃત્તાદિ સંસ્થાનવાળા પુદ્ગલ દ્રવ્યો ક્રમશઃ સંખ્યાતગુણા છે. અનિત્થસ્થ સંસ્થાનવાળા પુદ્ગલ દ્રવ્યો, સર્વથી અધિક અને અસંખ્યાતગુણા છે. કારણ કે તે પરિમંડલાદિ અન્ય સંસ્થાનના દ્વિસંયોગ આદિથી બનતા હોવાથી ઘણા અધિક હોય છે.
પ્રદેશોની અપેક્ષાએ પણ અલ્પબદુત્વ આ જ પ્રકારે છે. કારણ કે પ્રત્યેક સંસ્થાનના પ્રદેશો, તેના દ્રવ્યો પ્રમાણે હોય છે અને આ જ રીતે દ્રવ્ય અને પ્રદેશનું સમ્મિલિત રૂપે પણ અલ્પબદુત્વ થાય છે. પરંતુ દ્રવ્યરૂપના અનિત્થસ્થ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પ્રદેશરૂપે અસંખ્યાત ગુણા છે. સંસ્થાનોના પાંચ ભેદઃ
५ कइ णं भंते ! संठाणा पण्णत्ता ? गोयमा ! पंच संठाणा पण्णत्ता,तं जहापरिमडले जाव आयये। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસ્થાનોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સંસ્થાનોના પાંચ પ્રકાર છે, યથા– પરિમંડલ યાવત્ આયત. | ६ परिमंडला णं भंते ! संठाणा किं संखेज्जा, असंखेज्जा, अणता? गोयमा !णो संखेज्जा, णो असंखेज्जा, अणता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાતા નથી, અસંખ્યાતા નથ પરંતુ અનંત છે. | ७ वट्टाणं भंते ! संठाणा किं संखेज्जा, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जाव બાયથા | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! વૃત્ત સંસ્થાન સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ યાવનું આયત સંસ્થાન પર્યત જાણવું. વિવેચન :
સંસ્થાનના પ્રકારની વિચારણા પૂર્વે કરી છે તેમ છતાં પ્રસ્તુત પ્રસંગમાં રત્નપ્રભા આદિ પૃથ્વીના વિષયમાં સંસ્થાનોની પ્રરૂપણા કરવાની હોવાથી સંસ્થાનના પ્રકારનું પુનરાવર્તન કર્યું છે. અહીં સંસ્થાનના પાંચ ભેદ કહ્યા છે, કારણ કે અનિત્થસ્થ સંસ્થાન, અન્ય સંસ્થાનોના સંયોગથી થાય છે, તેથી તેની વિવક્ષા અહીં કરી નથી. લોકના વિવિધ સ્થાનોમાં સંસ્થાનો -
८ इमीसेणंभंते ! रयणप्पभाए पुढवीए परिमंडला संठाणा किंसंखेज्जा, असंखेज्जा, अणता? गोयमा ! णो संखेज्जा, णो असंखेज्जा, अणता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાન યુક્ત પુદ્ગલો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે.