________________
૨૦૬
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપ: ઉદ્દેશક-૩
સંસ્થાના
સંસ્થાનોના પ્રકાર:| १ कइ णं भंते ! संठाणा पण्णत्ता? गोयमा ! छ संठाणा पण्णत्ता,तं जहाપરિમહત્વે, વટ્ટ, તતે, વરલે, ગાય, ત્યંથે ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંસ્થાનોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સંસ્થાનોના છ પ્રકાર છે, યથા પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ, આયત અને અનિત્થસ્થ. વિવેચન :
સંસ્થાન એટલે આકાર. જે રીતે જીવના છ સંસ્થાન છે, તે જ રીતે અજીવ દ્રવ્યના પણ છ સંસ્થાન હોય છે. પ્રસ્તુત સૂત્રમાં અજીવના છ સંસ્થાનોનું નિરૂપણ છે. (૧) પરિમંડલ- ચૂડીના આકારે અથવા ઝાલરના આકારે ગોળાકાર, (૨) વૃત્ત-મોદક જેવો ગોળાકાર, (૩) વ્યસ-સિંઘોડાની જેમ ત્રિકોણાકાર, (૪) ચતુરસ- બાજોટની જેમ ચતુષ્કોણ આકાર, (૫) આયત- લાકડી જેવો લાંબો આકાર, (૬) અનિત્થસ્થ– અનિયત આકાર, પરિમંડલ આદિ પાંચે સંસ્થાનથી ભિન્ન આકાર હોય તે અનિત્થસ્થ સંસ્થાન કહેવાય છે. પરમાણુ કે સૂક્ષ્મપ્રદેશી સ્કંધમાં અનિત્થસ્થ સંસ્થાન હોય છે. સંસ્થાનોમાં દ્રવ્યપ્રદેશરૂપે અનંતતા:| २ परिमंडला णं भंते ! संठाणा दव्वट्ठयाए किं संखेज्जा, असंखेज्जा, अणंता? જોયા !ો સંવેળા, ગો અહેજા, ગણતા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન દ્રવ્યરૂપે સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. | ३ वट्टाणं भंते ! संठाणा दवट्ठयाए किं संखेज्जा, पुच्छा ? गोयमा ! एवं चेव । एवं जाव अणित्थथा । एवं पएसट्टयाए वि । एवं दव्वट्ठपएसट्टयाए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન દ્રવ્યરૂપે સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! તે પણ પૂર્વવત્ અનંત છે. આ રીતે યાવતુ અનિત્થસ્થ સંસ્થાન પર્યત જાણવું. આ રીતે પ્રદેશરૂપે અને દ્રવ્ય-પ્રદેશરૂપે પણ જાણવું જોઈએ. સંસ્થાનોનું દ્રવ્યાદિ રૂપે અલ્પબદુત્વઃ| ४ एएसिणंभंते ! परिमंडल वट्टतंसचउरंसआयत-अणित्थंथाणंसंठाणाणंदवट्ठयाए