________________
શતક-૨૫: ઉદ્દેશક-૩ .
૨૦૫
| શતક-રપઃ ઉદ્દેશક-૩| RORoR) સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં અજીવ સંસ્થાન, તેના ભેદ-પ્રભેદ, અવગાહના આદિ તેમજ શ્રેણીના ભેદ પ્રભેદનું વિસ્તૃત વર્ણન છે. સંસ્થાન :- આકાર. અજીવ પુદ્ગલ દ્રવ્યોના છ સંસ્થાન છે. (૧) પરિમંડલ- ચૂડીના આકારે (૨) વૃત્તમોદકના આકારે (૩) વ્યસ- ત્રિકોણ (૪) ચતુરસ-ચોરસ (૫) આયત- લાંબી લાકડીના આકારે અને (૬) અનિત્થસ્થ- પૂર્વોકત પાંચ પ્રકારથી ભિન્ન અનિશ્ચિતાકાર.
આ લોકમાં પ્રત્યેક સંસ્થાન યુક્ત પુદ્ગલ દ્રવ્યો અનંત છે. રત્નપ્રભાપૃથ્વી આદિ લોકના પ્રત્યેક સ્થાનમાં પણ છ એ સંસ્થાન યુક્ત પુદ્ગલ સ્કંધો અનંત છે. સંસ્થાનોમાં કૃતયુગ્માદિ:- પાંચ સંસ્થાન પણ સમુચ્ચય રૂપે કૃતયુગ્મ છે અને વ્યક્તિગત અપેક્ષાએ તેના પ્રદેશોમાં કૃતયુગ્મ આદિ કોઈપણ રાશિ હોય શકે છે. પ્રત્યેક સંસ્થાનના પ્રદેશો અનુસાર તેની રાશિ નિશ્ચિત થાય છે. સંસ્થાનોની સ્થિતિ-વર્ણાદિઃ- પ્રત્યેક સંસ્થાનની અસંખ્યાત સમયની સ્થિતિ છે. તેમાં કતયુગ્માદિ કોઈપણ રાશિ સંભવે છે. પ્રત્યેક સંસ્થાનમાં એકથી અનંતગુણ પર્વતના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. તેમાં પણ કૃતયુગ્માદિ કોઈપણ રાશિ સંભવે છે. શ્રેણી:- એક પ્રદેશી આકાશપ્રદેશની પંકિતને આકાશ શ્રેણી કહે છે. લોકમાં અસંખ્યાત શ્રેણીઓ છે. તેમાં સંખ્યાત-અસંખ્યાત પ્રદેશો હોય છે. અલોકમાં અનંત શ્રેણીઓ છે અને તેમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે.
લોક પરિમિત હોવાથી લોકની શ્રેણીઓ પણ સાદિ સાત્ત હોય છે અને અલોકની શ્રેણીમાં સાદિ સાન્ન આદિ ચારે ભંગ ઘટિત થાય છે. અલોકના નિષ્ફટની શ્રેણીઓ સાદિ સાત્ત છે. લોકથી પ્રારંભ થતી શ્રેણી સાદિ અનંત છે. અલોકથી પ્રારંભ થઈને લોક પાસે પૂર્ણ થતી શ્રેણી અનાદિ સાત્ત છે અને જે શ્રેણી લોકથી સંબંધિત ન હોય તેવી અલોકની શ્રેણી અનાદિ અનંત છે. શ્રેણીના પ્રકાર - ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યની વિવિધ પ્રકારની ગતિના આધારે શ્રેણીના સાત પ્રકાર છે. (૧) રજૂ આયતા- સીધી શ્રેણી. (૨) એકતો વકા– એક વળાંકવાળી ગતિ, (૩) દ્વિવકા–બે વળાંકવાળી ગતિ, (૪) એકતઃખા- એક તરફ ત્રસનાડીની બહારના આકાશને સ્પર્શ કરનારી ગતિ. (૫) દ્વિતઃ ખા- બંને તરફ ત્રસનાડીની બહારના આકાશને સ્પર્શ કરનારી ગતિ. (૬) ચક્રવાલ ગતિગોળાકાર ગતિ, (૭) અર્ધચકવાલ ગતિ- અર્ધ ગોળકાર ગતિ. પ્રથમ પાંચ ગતિ જીવ અને પુદ્ગલ બંનેમાં સ્વાભાવિક હોય છે, કારણ કે જીવ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશ પ્રદેશની શ્રેણી અનુસાર જ થાય છે. ચક્રવાલ અને અર્ધચક્રવાલ ગતિ પુદ્ગલોમાં પરપ્રેરિત હોય છે અને જીવોમાં ઔદારિક આદિ ત્રણ શરીરયુક્ત જીવની હોય છે.