________________
૨૦૦
શ્રી ભગવતી સૂત્ર-૫
!णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं। શબ્દાર્થ –ળવ્યાપાર-વ્યાઘાતવિના, પ્રતિબંધન હોય તો વાયાયં પડુક્ય વ્યાઘાતની અપેક્ષાએ, કોઈ દિશામાં અલોકનો વ્યાઘાત હોય તો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકના એક આકાશપ્રદેશ પર કેટલી દિશામાંથી પુગલો આવીને એકત્રિત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નિર્વાઘાતથી છ દિશામાંથી અને વ્યાઘાત હોય તો કદાચિતુ ત્રણ દિશામાંથી, કદાચિત્ ચાર દિશામાંથી અને કદાચિત્ પાંચ દિશામાંથી પુલો આવીને એકત્રિત થાય છે.
८ लोगस्सणं भंते ! एगम्मि आगासपएसेकइदिसिं पोग्गला छिज्जति? गोयमा ! एवं चेव, एवं उवचिज्जति, एवं अवचिज्जति? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોકના એક આકાશપ્રદેશ પર એકત્રિત થયેલા પુગલો કેટલી દિશામાં વિખેરાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતું. આ રીતે અન્ય પુલોના મળવાથી પુદ્ગલ સ્કંધ ઉપસ્થિત થાય છે અને છૂટા પડવાથી અપચિત થાય છે. વિવેચન : -
પ્રસ્તુત બે સૂત્રોમાં પુદ્ગલોના મળવા અને છૂટા પડવા વિષયક કથન છે.
પ્રત્યેક આકાશપ્રદેશ પર અનંતાનંત પુદ્ગલ પરમાણુ, પુગલ સ્કંધો સ્થિત હોય છે. તે પરમાણુ અને સ્કંધ એક આકાશ પ્રદેશથી અન્ય આકાશ પ્રદેશ પર ગતિ કરતા જ હોય છે. તેથી એક આકાશ પ્રદેશ પર સ્થિત સ્કંધ સાથે અન્ય પુગલ સ્કંધો આવીને જોડાય તો તે પુદ્ગલ સ્કંધ વધે છે, ક્યારેક તેમાંથી કેટલાક પુદ્ગલ પરમાણુઓ છૂટા પડવાથી તે પુદ્ગલ સ્કંધ ઘટે છે. ક્યારેક તે પુગલ સ્કંધ છેદાય, ભેદાય અને વિખેરાઇ જાય છે. આ પ્રક્રિયા સહજ રીતે સતત ચાલ્યા જ કરે છે. વ્યાઘાત-નિર્ચાઘાત - જો તે પુગલ દ્રવ્ય લોકાંતે સ્થિત હોય અને તેની કોઈપણ દિશામાં અલોક હોય તો ત્રણ ચાર કે પાંચ દિશાના પગલો ભેગા થાય અને છૂટા પડેલા પુદ્ગલો પણ ત્રણ, ચાર કે પાંચ દિશામાં વિખેરાઇ જાય છે. તે પુલસ્કંધની જેટલી દિશામાં અલોક હોય તેટલી દિશાનો વ્યાઘાત થાય છે કારણ કે અલોકમાં પુદગલ દ્રવ્ય પણ નથી અને ત્યાં પુગલ દ્રવ્યનું ગમન પણ થતું નથી. જે અંધ લોકના વિગ્રહકંડકમાં અર્થાત્ વળાંકવાળા ભાગમાં સ્થિત હોય, તો તેની ત્રણ દિશામાં અલોક આવે છે, તેથી તે સ્કંધમાં શેષ ત્રણ દિશાના પુલો આવે છે અને છૂટા પડેલા પુદ્ગલો ત્રણ દિશામાં જાય છે. જો તે સ્કંધ, વિગ્રહકંડકના વક્રભાગમાં સ્થિત હોય, તો તેની બે દિશામાં અલોક આવે છે. તેથી શેષ ચાર દિશાના પગલો આવે છે અને છુટા પડેલા પુદ્ગલો ચાર દિશામાં જાય છે. જો તે અંધ લોકની ઊર્ધ્વ કે અધો સપાટીએ સ્થિત હોય, તો તેની એક દિશામાં અલોક આવે છે, તેથી શેષ પાંચ દિશાના પુલો આવે છે અને છૂટા પડેલા પુદ્ગલો પાંચ દિશામાં જાય છે પરંતુ જો તે સ્કંધ, લોકના મધ્યભાગમાં હોય, ત્યારે તેની એક પણ દિશામાં અલોક ન હોવાથી છ દિશામાંથી પુદ્ગલો ભેગા થાય છે અને છૂટા પડતા પુગલો પણ છ દિશામાં વિખેરાય છે. વિનંતિ – ચય. અનેકદિશામાંથી આવીને પુગલો એક સ્થાન પર એકત્રિત થાય, એક આકાશપ્રદેશ પર સમાઈ જાય, તો તેને ચય કહે છે. છિન્નતિ - છેદ. એક સ્થાને એકત્રિત થયેલા પુદગલો જુદા પડી જાય, તો તેને છેદ કહે છે.