________________
શતક—૨૫ : ઉદ્દેશક-૨
૧૯૯
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! શું અજીવ દ્રવ્યો, નૈરયિકોના પરિભોગમાં આવે છે કે નૈયિક જીવ, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે ? ઉત્તર- હે ગૌતમ ! અજીવ દ્રવ્યો, નૈરયિકોના પરિભોગમાં આવે છે પરંતુ નૈરિયક જીવ, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવતા નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેને વૈક્રિય, તૈજસ અને કાર્યણ શરીર; શ્રોતેન્દ્રિય યાવત્ સ્પર્શેન્દ્રિય; મનયોગ, વચનયોગ, કાય યોગ અને શ્વાસોચ્છ્વાસરૂપે પરિણત કરે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે અજીવ દ્રવ્ય, નૈરયિકોના પરિભોગમાં આવે છે પરંતુ નૈરયિકો, અજીવ દ્રવ્યના પરિભોગમાં આવતા નથી. આ રીતે નૈરિયકના કથન પ્રમાણે વૈમાનિક પર્યંત જાણવું પરંતુ જેને જેટલા શરીર, ઇન્દ્રિય અને યોગ હોય તેટલા કહેવા.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવના પરિભોગમાં આવતા અજીવ દ્રવ્યોનું કથન છે. જીવ દ્રવ્ય ચૈતન્યવંત, ગ્રાહક અને પરિભોક્તા છે. અજીવ પુદ્ગલ દ્રવ્ય અચેતન, ગાહ્ય અને પરિભોગ્ય છે. તેથી જીવ પોતાની શક્તિથી પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે. તેને શરીરાદિ રૂપે પરિણમાવી તેનો ઉપભોગ કરે છે.
પુદ્ગલ દ્રવ્ય સ્વયં જડ હોવાથી તેનામાં ગ્રાહક શક્તિ કે ભોગ શક્તિ નથી. તેથી તે જીવને ગ્રહણ કરી શકતા નથી. ૨૪ દંડકના જીવો પોતાની યોગ્યતા પ્રમાણે પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ અને શ્વાસોચ્છ્વાસ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને તેને તે રૂપે પરિણત કરે છે. નારકી અને દેવતા વૈક્રિય, તૈજસ, કાર્યણ તે ત્રણ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ અને શ્વાસોચ્છ્વાસ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. આ રીતે પ્રત્યેક જીવોમાં સમજી લેવું જોઈએ.
અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત દ્રવ્યો ઃ
६ सेणू भंते! असंखेज्जे लोए अनंताई दव्वाई आगासे भइयव्वाइं ? हंता गोयमा ! असंखेज्जे लोए अणंताइं दव्वाइं आगासे भइयव्वाइं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં શું અનંત દ્રવ્યો રહી શકે છે ? ઉત્તર- હા ગૌતમ ! અસંખ્ય પ્રદેશાત્મક લોકાકાશમાં અનંત દ્રવ્યો રહી શકે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રનો આશય એ પ્રમાણે છે કે જે રીતે એક મકાન એક દીપકના પ્રકાશથી પરિપૂર્ણ હોય અને તે જ મકાનમાં અન્ય બે, પાંચ, દશ આદિ દીપક રાખીએ તો પણ તેનો પ્રકાશ તેમાં સમાઈ જાય છે. કારણ કે પુદ્ગલના પરિણમનની વિચિત્રતા છે. આકાશ દ્રવ્યમાં અવગાહના પ્રદાન કરવાનો અને અન્ય દ્રવ્યોમાં અવગાહન કરવાનો સ્વભાવ છે. તેથી અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત દ્રવ્યો સમાઈ શકે છે, તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધ આવતો નથી.
કે
પુદ્ગલોનો ચય-ઉપચય આદિ :
७ लोगस्स णं भंते ! एगम्मि आगासपएसे कइ दिसिं पोग्गला चिज्जंति ? गोयमा