________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૧
_
[ ૧૯૭]
શતક-રપઃ ઉદ્દેશક-ર
દ્રવ્ય
દ્રવ્યોના ભેદ-પ્રભેદ - | १ कइविहाणं भंते ! दव्वा पण्णत्ता? गोयमा ! दुविहा दव्वा पण्णत्ता,तं जहाजीवदव्वाय अजीवदव्वा य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યોના બે પ્રકાર છે, યથા– જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. | २ अजीवदव्वाणं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता, तंजहारूविअजीवदव्वाय अरूविअजीवदव्वा य । एवं एएणं अभिलावेणं जहा अजीवपज्जवा जावसे तेणद्वेण गोयमा ! एवं वुच्चइ-ते ण णो सखेज्जा,णो असखेज्जा, अणता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અજીવ દ્રવ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે, યથા– રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય. આ અભિલાપ(સુત્રપાઠ) દ્વારા પ્રજ્ઞાપના સુત્રના પાંચમા પદમાં કથિત અજીવ પર્યવોના વર્ણન અનુસાર કથન કરવું યાવત્ હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે અજીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. | ३ जीवदव्वाणं भंते ! किं संखेज्जा, असंखेज्जा, अणता? गोयमा !णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । सेकेणटेणं भंते! एवं वुच्चइ-जीवदव्वा णो संखेज्जा, णो असंखेज्जा, अणता? गोयमा! असंखेज्जा णेरइया जाव असंखेज्जा वाउक्काइया, अणता वणस्सइकाइया, असखेज्जा बेइदिया, एवं जाववेमाणिया, अणता सिद्धा,से तेणटेणंगोयमा ! जाव अणता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો અસંખ્યાત છે યાવત વાયુકાયિક જીવો અસંખ્યાત છે અને વનસ્પતિકાયિક જીવો અનંત છે. બેઇન્દ્રિય જીવો યાવતુ વૈમાનિક જીવો અસંખ્યાત છે તથા સિદ્ધો અનંત છે. તેથી હે ગૌતમ ! યાવતુ જીવો અનંત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવ અને અજીવ દ્રવ્યની અનંતતાને સૂચિત કરવા પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદનો અતિદેશ કર્યો છે.