________________
[ ૧૯૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
| શતક-રપ : ઉદ્દેશક-ર RORoR) સંક્ષિપ્ત સાર છROR
આ ઉદ્દેશકમાં સૂત્રકારે જીવ અને અજીવ દ્રવ્યની અનંતતાનું કથન કરીને જીવભોગ્ય પુદ્ગલોના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ, તે ચાર અરૂપી અજીવ દ્રવ્ય છે અને એક પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, રૂપી પુદ્ગલાસ્તિકાયના પરમાણુ, દ્ધિપ્રદેશી યાવતુ અનંત પ્રદેશી સ્કંધ અનંતઅનંત છે. વનસ્પતિકાયના જીવો અનંત છે, શેષ દંડકના જીવો અસંખ્યાત છે, સિદ્ધ જીવો અનંત છે. અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત દ્રવ્ય રહી શકે છે. અવગાહના પ્રદાન કરનાર આકાશ દ્રવ્ય અને અવગાહી જીવ-અજીવ દ્રવ્યનો તથા પ્રકારનો સ્વભાવ હોવાથી અનંત દ્રવ્ય અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં સમાવિષ્ટ થઈ જાય છે. એક આકાશ પ્રદેશ પર ચય, ઉપચય થનારા પુગલો કે છેદન, ભેદન પામનારા, વિખેરાય જનારા પુગલો આકાશપ્રદેશના સ્થાનાનુસાર ત્રણ,ચાર,પાંચ કે છદિશામાંથી આવે છે અને ત્રણ,ચાર,પાંચ કે છ દિશામાં જાય છે. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યનો ભોગ કરે છે. જીવ સચેતન, ગ્રાહક અને ભોક્તા છે અને અજીવ દ્રવ્ય જડ, ગ્રાહ્ય અને ભોગ્ય છે. તેથી જીવ પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ અને શ્વાસોચ્છવાસને માટે અજીવ દ્રવ્યને ગ્રહણ કરે છે અને તેને તે રૂપે પરિણત કરીને ભોગવે છે. અજીવ દ્રવ્યોમાં તથા પ્રકારની શક્તિ ન હોવાથી તે જીવને ગ્રહણ કરીને ભોગવી શકતા નથી. જીવ જે દ્રવ્યને ગ્રહણ કરે છે તે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના હોય છે. જીવને ગ્રાહ્ય પુદ્ગલો દ્રવ્યથી અનંતપ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાતપ્રદેશાવગાઢ, કાલથી એકથી લઈને અસંખ્યાત સમય સુધીની કોઈપણ સ્થિતિવાળા, ભાવથી અનંત વર્ણાદિયુક્ત હોય છે. જીવ પોતાના સ્થાન અને સ્થિતિ અનુસાર ત્રણ,ચાર, પાંચ કે છ દિશામાંથી પુગલોને ગ્રહણ કરે છે.
*