________________
( ૧૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
एवं चउरिदियस्स वि ।२१। एवं जावसण्णिपंचिंदियस्स अपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे । २२,२३॥ बेइंदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।२४। तेइंदियस्स विपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।२५। चउरिदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।२६। असण्णिपंचिंदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।२७। सण्णिपचिंदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे।२८। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ ચૌદ પ્રકારના સંસાર સમાપન્નક જીવોના જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડો અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય યોગ છે. (૨) તેનાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૩) તેનાથી અપર્યાપ્ત બેઈન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૪) તેનાથી અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૫) તેનાથી અપર્યાપ્ત ચૌરેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૬) તેનાથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૭) તેનાથી અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે.
() તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૯) તેનાથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૧૦) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૧૧) તેનાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૧૨) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૧૩) તેનાથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે.
(૧૪) તેનાથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૧૫-૧૮) તેનાથી પર્યાપ્ત તે ઇન્દ્રિય, પર્યાપ્ત ચૌરેન્દ્રિય, પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય યોગ ઉત્તરોત્તર(ક્રમશ:) અસંખ્યાતગુણો છે. ' (૧૯) તેનાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૦-૨૩) તેનાથી અપર્યાપ્ત તે ઇન્દ્રિય, અપર્યાપ્ત ચૌરેન્દ્રિય, અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ ઉત્તરોત્તર(ક્રમશઃ) અસંખ્યાતગુણો છે.
(૨૪) તેનાથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૫) તેનાથી પર્યાપ્ત તેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૬) તેનાથી પર્યાપ્ત ચૌરેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૭) તેનાથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૮) તેનાથી પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચૌદ પ્રકારના સંસારી જીવોના યોગોનું અલ્પબદુત્વ પ્રતિપાદિત કર્યું છે. યોગ :- (૧) આત્મપ્રદેશોના પરિસ્પંદનને યોગ કહે છે, વીઆંતરાય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે યોગમાં તરતમતા થાય છે. (૨) સંસારી જીવોની કર્મગ્રહણમાં કારણરૂપ શક્તિ વિશેષને યોગ કહે છે. (૩) જીવ દ્વારા થતાં પુદ્ગલોના પરિણમન, આલંબન અને ગ્રહણના સાધનને યોગ કહે છે. પુગલોને