________________
[ ૧૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
| શતક-રપઃ ઉદ્દેશક-૧ ( RRORBળ સંક્ષિપ્ત સાર છROR OR
આ ઉદ્દેશકમાં મુખ્યતયા યોગ અને યોગના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. સંસારી જીવોની વીર્યશક્તિને યોગ કહે છે. તે વીર્યશક્તિ પુદ્ગલ ગ્રહણ, પરિણમન અને આલંબનમાં નિમિત્તભૂત છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે– મન, વચન અને કાયા. (૧) મનોયોગના ચાર પ્રકારસત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર મનોયોગ, (૨) વચન યોગના ચાર પ્રકાર- સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર વચન યોગ, (૩) કાયયોગના સાત પ્રકાર- ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્પણ કાર્ય યોગ. સંસારી જીવોના ૧૪ પ્રકાર છે. તેના જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગના ભેદથી ૨૮ બોલોના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. જીવની વીર્યશક્તિને પ્રગટ કરવાના સાધનભૂત ઇન્દ્રિયો જેમ-જેમ વધતી જાય તેમ-તેમ તે જીવનું યોગસામર્થ્ય પણ ક્રમશઃ વધતું જાય છે. પંદર યોગના જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી ૩૦ પ્રકાર થાય છે. તે ૩૦ ભેદોના અલ્પબદુત્વનું અહીં કથન છે. મન, વચન અને કાયયોગમાં કાયયોગથી મનોયોગ અને વચનયોગનું સામર્થ્ય અધિક હોય છે. એક જ સમયે એક જ સ્થાનમાં ઉત્પન્ન થયેલા બે જીવોના યોગ ક્યારેક સમાન હોય છે અને ક્યારેક તરતમતાવાળા પણ હોય છે. સૂત્રકારે તે સમાનતા-વિષમતાના કારણો સ્પષ્ટ કર્યા છે. સંક્ષેપમાં આ ઉદ્દેશકમાં યોગ સામર્થ્યનું સુક્ષ્મતમ વિશ્લેષણ છે.