________________
શતક-૨૫
[ ૧૮૫]
|
શતક-રપ
|
RORO RO પરિચય DROROR
આ શતકમાં બાર ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો છે, તે આ પ્રમાણે છેપ્રથમ ઉદ્દેશકમાં લેશ્યાના પ્રકાર અને જીવના પ્રકારનું કથન કર્યા પછી મુખ્યતયા યોગનું અલ્પબહત્વ તથા સમસમયવર્તી જીવોના યોગની સમાનતા અને વિષમતા વગેરે યોગ સંબંધી સૂક્ષ્મતમ નિરૂપણ છે. બીજા ઉદ્દેશકમાં છ દ્રવ્યોમાં કોણ કોને પ્રભાવિત કરે? શું જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્ય જીવના પરિભોગમાં આવે છે? તેનું સ્પષ્ટીકરણ કરીને જીવની અનંત શક્તિ અને સામર્થ્યને પ્રગટ કર્યું છે. ત્રીજા ઉદેશકમાં અજીવ દ્રવ્યના છ સંસ્થાન, તેનું અલ્પબદુત્વ અને સંખ્યા પરિમાણનું કથન છે. તત્પશ્ચાતુ લોકાકાશ અને અલોકાકાશની શ્રેણીઓની વિચારણા કરીને, જીવ અને પગલોની અનુશ્રેણી ગતિ તથા વિશ્રેણી ગતિનું પ્રતિપાદન કર્યું છે. અંતે સૂક્ષ્મ સૈદ્ધાત્તિક જ્ઞાન પ્રતિપાદક દ્વાદશાંગી ગણિપિટકનો ઉલ્લેખ છે, તેમજ ચાર ગતિઓ તથા સિદ્ધ ગતિના જીવોના તથા પુગલોના અલ્પબદુત્વની પ્રરૂપણા છે. ચોથા ઉદ્દેશકમાં ૨૪ દંડકવર્તી જીવોમાં કતયુગ્મ આદિની વિચારણા, જીવોની સકંપતા-નિષ્કપતા તથા દેશકંપતા, સર્વકંપતાની ચર્ચા છે. પરમાણુ પુદ્ગલ, એક પ્રદેશાવગાઢ, એક સમયસ્થિતિક, એક ગુણકાળા આદિ પરમાણુ સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી ઢંધોના અલ્પબદુત્વનું નિરૂપણ છે. પાંચમા ઉદ્દેશકમાં જીવ અને અજીવના પર્યવોની પ્રરૂપણા કરીને, આવલિકાથી પુગલ-પરાવર્તન સુધીના કાલની ચર્ચા છે. અંતે દ્વિવિધ નિગોદ જીવોનું અને ઔદયિક આદિ પાંચ ભાવોનું નિરૂપણ કર્યું છે. છઠ્ઠા ઉદ્દેશકમાં પાંચ પ્રકારના નિગ્રંથોનું સ્વરૂપ, ૩૬ દ્વારોના માધ્યમથી સ્પષ્ટ કર્યું છે.ડ સાતમા ઉદ્દેશકમાં પાંચ પ્રકારના સંયતોનું છઠ્ઠા ઉદ્દેશક કથિત ૩૬ કારોના માધ્યમથી વર્ણન કર્યું છે, તેમજ નિગ્રંથોને પાંચ પ્રકારના ચારિત્રમાં લાગેલા દોષોની શુદ્ધિ માટે પ્રતિસેવનાનું સ્વરૂપ, આલોચનાના દોષ, આલોચના યોગ્ય શિષ્ય, પ્રાયશ્ચિત્ત આપનાર ગુરુ, સમાચારી, પ્રાયશ્ચિત્ત અને બાહા-આત્યંતર બાર પ્રકારના તપ, આ સાત વિષયોનું વિશદ વર્ણન છે. આઠમા ઉદેશકમાં જીવોની ઉત્પત્તિ, તેની શીધ્ર ગતિ, શીધ્ર ગતિનો વિષય, શીધ્ર ગતિનું કારણ, આયુષ્ય બંધનું કારણ સ્પષ્ટ કરીને જીવ આત્મઋદ્ધિથી, સ્વકર્મોથી, આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે પરંતુ પરઋદ્ધિ, પરકર્મ કે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી, તે સિદ્ધાંતની પ્રરૂપણા છે. ૯ થી ૧૨ ઉદ્દેશકમાં ક્રમશઃ ભવી, અભવી, સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ આદિનું ઉદ્દેશક-૮ પ્રમાણે નિરૂપણ છે. આ રીતે આ શતકમાં આત્મિક વિકાસના સાધક-બાધક તત્ત્વોની તેમજ જીવાજીવ તત્ત્વની ગહન ચર્ચા છે.