________________
શતક-૨૪: ઉદ્દેશ૪-૨૪
[ ૧૩] जहेव असुरकुमारेसुउववज्जमाणस्सतहेव णव विगमगा,णवरं-ठिइंसंवेहंचजाणेज्जा। जाहेय अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहेतिसुविगमएसुसम्मदिट्ठिवि,मिच्छादिट्ठी विणो सम्मामिच्छादिट्ठी। दोणाणा दो अण्णाणा णियमं । सेसंत चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી તિર્યંચ પંચેન્દ્રિયો મરીને સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચોની સમાન નવ ગમક જાણવા જોઈએ પરંતુ અહીં સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવા જોઈએ. જ્યારે તે સ્વયં જઘન્યસ્થિતિવાળા હોય, ત્યારે જઘન્યના ત્રણ ગમકમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, સમ્યગૃમિથ્યાદષ્ટિ નથી. બે જ્ઞાન અથવા બે અજ્ઞાન અવશ્ય હોય છે. શેષ સંપૂર્ણ વક્તવ્યતા અસુરકુમાર ઉદ્દેશકવત્ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
તેની ઋદ્ધિ અસુરકુમાર ઉદ્દેશક અનુસાર છે. તે નવ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. તે જ્યારે જઘન્ય ગમકથી જાય છે ત્યારે તેની ઋદ્ધિમાં ભિન્નતા હોય છે. દષ્ટિ– સંજ્ઞી તિર્યંચમાં ત્રણે દષ્ટિ હોય છે પરંતુ જ્યારે તે જઘન્ય સ્થિતિમાં મરીને, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થવાના હોય ત્યારે તેને મિશ્ર દષ્ટિ હોતી નથી, બે દષ્ટિમાંથી કોઈપણ એક દષ્ટિ હોય છે. જ્ઞાનાશાન- સંજ્ઞી તિર્યંચોની ઋદ્ધિમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે પરંતુ તેની જઘન્ય સ્થિતિમાં તેને બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે, ત્યારે તેને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોતું નથી. સંશી તિર્યંચ પંચેન્દ્રિયનો સૌધર્મ દેવલોકના દેવ સાથે કાલાદેશઃગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ ભવ) (૧) ઔ ઔર અંતર્મુહૂર્ત અને ૧ પલ્યોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮ સાગરોપમ (૨) ઔર જઘ૦ અંતર્મુહૂર્ત અને ૧ પલ્યોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ પલ્યોપમ. (૩) ઔ૦ ઉ૦ અંતર્મુહૂર્ત અને ૨ સાગરોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮ સાગરોપમ (૪) જઘ ઔ અંતર્મુહૂર્ત અને ૧ પલ્યોપમ
૪ અંતર્મુહૂર્ત અને ૮ સાગરોપમ (૫) જઘ૦ જઘ૦ અંતર્મુહૂર્ત અને ૧ પલ્યોપમ
૪ અંતર્મુહૂર્ત અને ૪ પલ્યોપમ (૬) જઘ૦ ઉ અંતર્મુહૂર્ત અને ૨ સાગરોપમ
૪ અંતર્મુહૂર્ત અને ૮ સાગરોપમ (૭) ઉ. ઔ
પૂર્વકોટિ વર્ષ અને ૧ પલ્યોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૮ સાગરોપમ (૮) ઉ૦ જઘ૦ પૂર્વકોટિ વર્ષ અને ૧ પલ્યોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ પલ્યોપમ (૯) ઉ ઉ. પૂર્વકોટિ વર્ષ અને ૨ સાગરોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮ સાગરોપમ સંશી તિર્યંચની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. સૌધર્મ દેવ.ની સ્થિતિ– જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. નાણા - ૧૦ નાણત્તા અસુરકુમાર ઉદ્દેશક અનુસાર હોય છે. જઘન્ય ગમકમાં આઠ નાણત્તા હોય છે– (૧) અવગાહના (૨) વેશ્યા (૩) દષ્ટિ (૪) જ્ઞાનાજ્ઞાન (૫) સમુદ્દાત (૬) આયુષ્ય (૭) અધ્યવસાય અને