________________
૧૬૪
શ્રી ભગવતી સૂત્ર-૫
(૮) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા હોય છે– (૧) આયુષ્ય (૨) અનુબંધ.
મનુષ્યોની સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ ઃ
९ जइ णं भंते ! मणुस्सेहिंतो उववज्जंति, पुच्छा ? गोयमा ! भेदो जहेव जोइसिएसु
उववज्जामाणस्स । जाव
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો સૌધર્મ દેવલોકવાસી દેવો મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય, તો તે સંખ્યાત કે અસંખ્યાત વર્ષાયુષ્ય મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી મનુષ્યોની સમાન વક્તવ્યતા જાણવી યાવત્—
| १० असंखेज्जवासाउय-सण्णिमणुस्से णं भंते ! जे भविए सोहम्मे कप्पे देवत्ताए उववज्जित्तए, पुच्छा ? गोयमा ! एवं जहेव असंखेज्जवासाउयस्स सण्णिपंचिदियतिरिक्खजोणियस्स सोहम्मे कप्पे उववज्जमाणस्स तहेव सत्त गमगा, णवरं- ओगाहणा आदिल्लएसु दोसु गमएसु जहण्णेणं गाउयं, उक्कोसेणं तिण्णि गाउयाइं । तइयगमे जहण्णेणं त गाउयाइं, उक्कोसेण वि तिण्णि गाउयाइं । चउत्थगमए जहण्णेणं गाउयं, उक्कोसेण वि गाउयं । पच्छिमएसु तिसु गमएसु जहण्णेणं तिण्णि गाउयाइं, उक्कोसेण वि तिणि गाउयाइं । सेसं तहेव णिरवसेसं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો મરીને, સૌધર્મ દેવલોકવાસી દેવોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! અસંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થાય, તેના વર્ણન સમાન અહીં પણ સાત ગમક કહેવા. પરંતુ તેની અવગાહનામાં વિશેષતા એ છે કે યુગલિક મનુષ્યોની પ્રથમ બે ગમકમાં અવગાહના– જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે; ત્રીજા ગમકમાં જઘન્ય, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે; ચોથા ગમકમાં જઘન્યઉત્કૃષ્ટ એક ગાઉની અને અંતિમ ત્રણ ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. શેષ સંપૂર્ણ કથન તે જ પ્રમાણે જાણવું અર્થાત્ યુગલિક તિર્યંચના વર્ણન અનુસાર છે.
११ जणं भंते! संखेज्ज वासाउय सण्णिमणुस्सेहिंतो, पुच्छा ? गोयमा ! एवं संखेज्जवासाउय सण्णि मणुस्साणं जहेव असुरकुमारेसु उववज्जमाणाणतहेव नव गमगा भाणियव्वा, णवरं - सोहम्मदेवठिइं संवेहं च जाणेज्जा | सेसं तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે સૌધર્મ દેવલોકવાસી દેવ સંખ્યાત વર્ષના સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોની વક્તવ્યતા સમાન અહીં નવે ગમક જાણવા જોઈએ. વિશેષતા એ છે કે અહીં સૌધર્મ દેવની સ્થિતિ અને સંવેધ જાણવા. શેષ અસુરકુમાર વત્ છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો અને યુગલિક મનુષ્યો મરીને, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય તત્સંબંધી વિચારણા છે. તેમાં યુગલિક મનુષ્યોનું સંપૂર્ણ કથન યુગલિક તિર્યંચોની