________________
મ
વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં યુગલિક તિર્થંચ પંચેન્દ્રિયોની સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. તેની સ્મૃતિનું કથન જ્યોતિષી ઉદ્દેશક અનુસાર છે. તેમાં ભિન્નતા આ પ્રમાણે છે–
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉપપાત :- સૌધર્મ દેવલોકવાસી દેવોની જઘન્ય સ્થિતિ એક પોપમની છે. તેથી તેમાં ઉત્પન્ન થનારા યુગલિક તિર્યંચો અને મનુષ્યોની સ્થિતિ પણ જઘન્ય એક પલ્યોપમની અવશ્ય હોય છે અને યુગલિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, તેથી સૌધર્મ દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની હોવા છતાં પણ તેઓ ત્રણ પલ્યોપમની જ સ્થિતિ પ્રાપ્ત કરે છે. બંને ભવની સ્થિતિ અનુસાર પ્રત્યેક ગમકનો કાલાદેશ થાય છે. અહીં જ્યોતિષી દેવની જેમ સાત ગમક જ થાય છે.
અવગાહના :– જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના હોય છે. જ્યારે તે સ્વયં જઘન્ય ગમકથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ બે ગાઉની
હોય છે.
દૃષ્ટિ :– ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા યુગલિકને એક મિથ્યાદષ્ટિ જ હોય છે પરંતુ સૌધર્મ અને ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થનારા યુગલિક તિર્યંચને સમ્યક્ અને મિથ્યા બંને દૃષ્ટિ હોય છે. સમ્યગ્દષ્ટિ યુગલિક વૈમાનિકનું આયુષ્ય જ બાંધે છે અને વૈમાનિકમાં જ જાય છે. મિથ્યાદષ્ટિ યુગલિક ચારે ય જાતિના દેવોમાં જાય છે. યુગલિકોને મિશ્રદષ્ટિ હોતી નથી.
શાનાશાનઃ- યુગલિકોમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. યુગલિકોને અવધિજ્ઞાન કે વિભંગજ્ઞાન હોતું નથી. ભવાદેશ સાત ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ-૨ ભવ કરે છે. તિર્યંચ યુગલિકનો સૌધર્મ દેવલોકના દેવ સાથે કાલાદેશ ઃ
નવ ગમક
જઘન્ય (બે ભવ)
(1) ઔ ઔ
(૨) ઔ જય
(૩) ઔ॰ ઉ॰
(૪) જ૫
(૭) ઉ
(૮) ઉ॰ જથ
(e) to
બે પલ્યોપમ
બે પલ્યોપમ
છે પોપમ
બે પલ્યોપમ
ચાર પલ્યોપમ
ચાર પલ્યોપમ છ પલ્યોપમ
ઉત્કૃષ્ટ (બે ભવ)
છ પલ્યોપમ
ચાર પહોપમ
છ પલ્યોપમ
બે પલ્યોપમ
છે પોપમ
ચાર પોપમ
છે પોપમ
સૌધર્મ દેવલોકમાં જનારા યુગલિક તિર્યંચની સ્થિતિ– જવન્ય એક પોલ્પમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, સૌધર્મ દેવલોકમાં પ્રાપ્ત થતી સ્થિતિ– જઘન્ય એક પલ્યોપમ ઉત્કૃષ્ટ, ત્રણ પલ્યોપમ.
નાણના— તિર્યંચ યુગલિકો સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય તેના ૫ નાણત્તા હોય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણત્તા– (૧) અવગાહના (ર) આયુષ્ય (૩) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા– (૧) આયુષ્ય (૨) અનુબંધ. સંજ્ઞી તિર્યંચોની સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ ઃ
८ जइ णं भंते! संखेज्जवासाउयसण्णिपंचिदिय, पुच्छा ? गोयमा ! संखेज्जवासाउयस्स