________________
[ ૧૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪ : ઉદશક-રજ
વૈમાનિક
વૈમાનિક દેવોમાં જીવોની ઉત્પત્તિઃ| १ सोहम्मगदेवाणंभंते!कओहिंतो उववज्जति-किंणेरइएहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! भेदोजहा जोइसियउद्देसए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ દેવલોકના દેવો કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તે નરકમાંથી કે તિર્યંચ, મનુષ્ય, દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત જ્યોતિષી ઉદ્દેશક અનુસાર જીવોના ભેદો સાથે ઉત્પન્ન થતા જીવોનું કથન કરવું. યુગલિક તિર્યંચોની વૈમાનિકદેવોમાં ઉત્પત્તિ - | २ असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिएणं भंते !जे भविए सोहम्मग देवेसुउववज्जित्तए, सेणं भंते ! केवइयकाल ठिईएसुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं पलिओवमट्टिईएसु, उक्कोसेणं तिपलिओवमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, સૌધર્મદેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય છે. | ३ तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! अवसेसंजहा जोइसिएसुउववज्जमाणस्स, णवरं-सम्मदिट्ठी वि,मिच्छादिट्ठी वि, णो सम्मामिच्छादिट्ठी। णाणी वि,अण्णाणी वि,दोणाणादोअण्णाणाणियमा। ठिई जहण्णेणंपलिओवमं,उक्कोसेणं तिण्णि पलिओवमाई। एवं अणुबंधोवि। सेसंतहेव । कालादेसेणंजहण्णेणंदोपलिओवमाई, उक्कोसेणं छप्पलिओवमाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની તિર્યંચોની સમાન સંપૂર્ણ ઋદ્ધિનું વર્ણન જાણવું. વિશેષમાં– તે સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે પરંતુ મિશ્રદષ્ટિ હોતા નથી. તે જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે. તેમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન નિયમા હોય છે. તેની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. આ જ રીતે અનુબંધ પણ છે. શેષ કથન ભવાદેશ પર્યત જ્યોતિષીદેવો પ્રમાણે છે. કાલાદેશથી જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટછ પલ્યોપમ; યાવતુએટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક–૧||