________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨૪
શતક-ર૪ : ઉદ્દેશક-૨૪
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થનારા જીવો વિષયક નિરૂપણ છે.
સંન્ની તિર્યંચ અને યુગલિક તિર્યંચ તથા સંજ્ઞી મનુષ્ય અને યુગલિક મનુષ્ય આ ચાર સ્થાનના જીવો મરીને, વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે.
ROBORO
૧૫૯
DRDRO
યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય, વૈમાનિક દેવોમાં પહેલા અને બીજા દેવલોકમાં જાય છે. તે ત્યાં જઘન્ય ક્રમશઃ એક પલ્યોપમ અને એક પલ્યોપમ ઝાઝેરી, ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે સાત ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. જઘન્યના ત્રણ ગમકમાંથી તે ચોથા ગમકથી જાય છે; પાંચમા, છઠ્ઠા બે ગમકનો સમાવેશ ચોથા ગમકમાં થઈ જાય છે.
બંને દેવલોકમાં જનારા યુગલિક તિર્યંચોની અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૬ ગાઉની હોય છે પરંતુ ચોથા જઘન્ય ગમકથી બંને દેવલોકમાં જાય ત્યારે તેની ઉત્કૃષ્ટ અવગાહના ક્રમશઃ બે ગાઉ અને સાધિક બે ગાઉની હોય છે.
બંને દેવલોકમાં જનારા યુગલિક મનુષ્યોની અવગાહના જઘન્ય ક્રમશઃ એક ગાઉ અને સાધિક એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે પરંતુ ચોચા જઘન્ય ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય ૪ (એક ગાઉ અને સાધિક એક ગાઉની) હોય છે અને સાતમા, આઠમા, નવમાં(ઉત્કૃષ્ટ) ગમકથી જાય ત્યારે ત્રણ ગાઉની એક જ(ઉત્કૃષ્ટ) અવગાહના હોય છે.
સંજ્ઞી તિર્યંચ આઠમા દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે અને નવ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે.
સંશી મનુષ્ય સર્વાર્થસિદ્ધવિમાન સુધી જન્મ ધારણ કરે છે. તેમાં પ્રથમ બે દેવલોકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની જઘન્ય અવગાહના અનેક અંગુલ અને જઘન્ય સ્થિતિ અનેક માસની હોય છે. ત્રીજાથી ઉપરના દેવલોકમાં જનારા મનુષ્યોની જઘન્ય અવગાહના અનેક હાથ અને જઘન્ય સ્થિતિ અનેક વર્ષની હોય છે. તે મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડપૂર્વની હોય છે. સંજ્ઞી મનુષ્ય એકથી આઠ દેવલોકમાં નવ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. નવમા દેવલોકથી નવ શૈવેયક સુધીમાં જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. ચાર અનુત્તર વિમાનમાં જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે છે. સર્વાર્થસિદ્ધવિમાનમાં પહેલા, ચોથા અને સાતમા ગમકથી જઘન્ય-ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરે છે. અન્ય છ ગમક ત્યાં ઘતા નથી.
***
આ રીતે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થનારા જીવોની વિશેષતા અને તેના ભવભ્રમણને સ્પષ્ટ કરતો ઉદ્દેશક પૂર્ણ થાય છે.